કૉંગ્રેસમાં ભડકો:વઢવાણમાં 25000થી વધુ પાટીદાર મતદાર છતાં કૉંગ્રેસે ટિકિટ ન આપી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
{ વઢવાણ વિધાનસભાની બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.તસવીર-પ્રવીણ સોલંકી - Divya Bhaskar
{ વઢવાણ વિધાનસભાની બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.તસવીર-પ્રવીણ સોલંકી
  • કૉંગ્રેસે નામ જાહેર કરતાં જ ગત ચૂંટણીના પરાજિત ઉમેદવારનો બળાપો

વઢવાણ વિધાનસભા બેઠક પર તરુણ બારોટનું નામ જાહેર કરાતાં કૉંગ્રેસમાં ભડકો થયો છે અને બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મોવડીઓએ આયાતી ઉમેદવારની પસંદગી કરી હોવાની લાગણી સાથે પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી સાથે રોષ ફેલાયો છે. શનિવારે રસ્તા પર ઊતરીને સ્થાનિક કક્ષાએ ઉમેદવારની પસંદગી ન કરાતાં વિરોધ કરી આગામી સમયમાં મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામાં સાથે પક્ષ વિરૂદ્ધ જે કાંઈ કરવું પડે તે કરવાની રણનીતિ અપનાવવાની ચીમકી આપતાં પક્ષમાં ચૂંટણી પહેલાં આંતરિક વિખવાદ શમાવવા દોડધામ શરૂ થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે શુક્રવારે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. પક્ષ તરફથી વઢવાણ વિધાનસભાની બેઠક પર મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ રહેતા તરુણ ગઢવીને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર ગઢવીનું નામ જાહેર થતાંની સાથે જ કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આંચકો અનુભવી રહ્યા છે. અને તેઓને લાગેલો આ આંચકો રોષ સુધી પહોંચી ગયો છે. શનિવારે સુરેન્દ્રનગર રસ્તા પર કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે કૉંગ્રેસ અગ્રણી મોહનભાઈ પટેલે જણાવ્યું કે અમારી માગણી છે કે પાટીદાર સમાજના 25000 મતદાર હોવા છતાં કૉંગ્રેસે એક પણ ટિકિટ ન આપે તો સમાજ કઈ રીતે સહન કરી શકે?

ભાજપે પાટીદારને ધ્રાંગધ્રામાં ટિકિટ ફાળવી છે પણ પાટીદાર સમાજ સાથે દરેક સમાજ સંકળાયેલો છે. હું પણ 30 વર્ષથી લોકો સાથે સંકળાયેલો છું. ગત વિધાનસભામાં મને 71000 મત મળ્યા હતા પરંતુ ઉપરથી જે નિર્ણય લેવાયો તે યોગ્ય નથી. લોકોને સ્થાનિક ઉમેદવારની ઇચ્છા હતી. આગામી સમયમાં બેઠક કરીને રાજીનામાની તેમજ પક્ષ વિરૂદ્ધ જે કાંઈ કરવું પડે તે કરવાની રણનીતિ નક્કી કરીશું.

અન્ય સમાચારો પણ છે...