તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:3 વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી : રહીશોનો રોષ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારની સોસાયટીમાં પ્રાથમિક સુવિધા પ્રશ્ને લોકો રજૂઆત માટે ધસી આવ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારની સોસાયટીમાં પ્રાથમિક સુવિધા પ્રશ્ને લોકો રજૂઆત માટે ધસી આવ્યા હતા.
  • સુરેન્દ્રનગરની વિવિધ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને આવેદન
  • તૂટેલા રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી વિતરણ પ્રશ્ને લોકો ત્રાહિમામ્

સુરેન્દ્રનગરની પાટીદાર ટાઉનશીપ, વિનાયકનગર, પટેલ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. આ અંગે ત્રણ વર્ષમાં ત્રણ વખત રજૂઆત છતા યોગ્ય ન કરાતા રોષે ભરાયેલા લોકો પાલિકા કચેરીએ ધસી આવી ચીફઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં લોકોની વસ્તી વધતા છેવાડાના વિસ્તારો સુધી નવી સોસાયટીઓ બની ગઇ છે. પરંતુ અહીં પ્રાથમિ સુવિધાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે શહેરની પાટીદાર ટાઉનશીય, વિનાયકનગર, પટેલ સોસાયટીમાં પ્રાથમિકસુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા લોકોએ પાલિકામાં ચિફઓફિસરને આવેદન પાઠવ્યુ હતુ.

આ અંગે કિશોરભાઇ સોનગરા, અશ્વિનકુમાર પરમાર, અમિતસિંહ ડોડિયા, વિપુલભાઇ દાવડા સહિતનાઓએ જણાવ્યુ કે અમારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાવો, અંડરગ્રાઉન્ડ ગટર બંધ હોવા, ગંદા પાણી વિતરણ, રોડપર ખાડા સહિત સમસ્યા છે.

આ અંગે 20-8-2019, 1-6-2020ના રોજ ચીફઓફિસર અને કલેક્ટર અને 22-6-21ના રોજ ચીફઓફિસરને રજૂઆત છતા યોગ્ય કરાયું નથી આથી અમારી સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા, પાણીની લાઇન નાંખવા તોડેલા રસ્તા રિપેર કરવા, અન્ડર ગ્રાઉન્ડ ગટરો ચાલુ કરાવવા, અને પાલિકા દ્વારા વિતરણ કરાતું દુર્ગંધયુક્ત અને અપુરતા પાણીની વિતરણ સમસ્યા દૂર કરી શુદ્ધ પાણી આપવા અને કચરા નિકાલ માટે દરરોજ વાહન આવે તેવી વ્યવસ્થા કરાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...