તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જિલ્લામાં ગણેશ મહોત્સવની છૂટ છતાં 10 ટકા જ ઘરાકી, આ વર્ષે પણ મૂર્તિકારોને નુક્સાનીનો ભય

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ માસની અમાસ થઈ જવા છતાં ગણેશજીની મૂર્તિમાં ઘરાકી ન દેખાતા વેપારીઓમાં નિરાશા છવાઈ જવા પામી છે. - Divya Bhaskar
શ્રાવણ માસની અમાસ થઈ જવા છતાં ગણેશજીની મૂર્તિમાં ઘરાકી ન દેખાતા વેપારીઓમાં નિરાશા છવાઈ જવા પામી છે.
  • 4, 3, 2 અને દોઢ ફૂટની મૂર્તિઓ બનાવવામાં આવી, હજુ લોકો મૂર્તિ ખરીદવા આવતા નથી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરાનાની મહામારીના કારણે 2 વર્ષ બાદ ગણેશજીની સ્થાપના કરવાની સાથે મહોત્સવની છૂટ 31 ઓગસ્ટે રોજ તંત્ર દ્વારા અપાતા ભક્તોમાં આનંદ ફેલાયો હતો. પરંતુ હાલ બજારમાં ગણેશજીની મૂર્તિની ખરીદીમાં મંદી જેવા માહોલ સાથે 10 ટકા જ ઘરાકી નીકળી હોવાની વેપારીઓએ રાવ રેડી હતી. જિલ્લામાં અંદાજે 100થી વધુ પંડાલ અને 4500થી ઘરમાં લોકો ભાવથી ગણેશજીની સ્થાપના કરતા હતા. પરંતુ કોરોનાના કપરા કાળમાં ગણેશજીની સ્થાપના નહીં કરવાનો તંત્રએ નિર્ણય લીધો હતો.

આથી છેલ્લા 2 વર્ષથી જિલ્લામાં ગણેશજીની સ્થાપના કરાઈ ન હતી. પરંતુ વર્તમાન સમયે કોરોનાની સ્થિતિ સારી હોય તંત્રએ ગણેશજીની જાહેરમાં પણ સ્થાપના કરવાની છુટ આપી છે. જેમાં પંડાલમાં 4 ફુંટની મુર્તી અને ઘરે 2 ફુંટની મુર્તીની સ્થાપના કરી શકાશે. ગણેશજીની માત્ર પુજા આરતી કરી પ્રસાદ વિતરણ કરી શકાશે કોઇ કાર્યક્રમ નહી થઇ શકે તેમજ એક જગ્યાએ 200થી વધુ લોકો ભેગા નહી કરી શકાય. તા. 10 સપ્ટેમ્બરથી ગણેશમહોત્સવની શરૂઆત થનાર છે ત્યારે હાલ બજારમાં ગણેશમૂર્તિની ખરીદીમાં લોકોનો ધસારો ઓછો જોવા મળી રહ્યો છે.

પંડાલ માટે તો ઠીક પરંતુ ઘરમાં સ્થાપન માટે પણ લોકો ગણેજીની મૂર્તિ લેવા બહાર નીકળ્યા નથી. ત્યારે 30 થી 35 વેપારીઓ હાલ ચિંતિત બન્યા છે. ગયા વર્ષે બિલકુલ વેચાણ ઠપ્પ થયુ હતુ. અને એક વેપારી દીઠ દોઢ થી બે લાખનું નુકસાન ગયુ હતુ. ત્યારે હાલમાં બજારમાં માત્ર 10 ટકા જ ગણેજીની ખરીદીની ઘરાકી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ. આ અંગે તેજલબેન બેચરભાઈ મારવાડી, નારાયણભાઈ નરશીભાઈ મારવાડી સહિતના વેપારીઓએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કપરી પરિસ્થિતિ ગણેશમૂર્તિના વેચાણમાં થઇ છે. હાલ બાળકો સહિત પરિવારનું ભરપોષણ કરવુ મુશ્કેલરૂપ બન્યુ છે.

આ ઉપરાંત જિલ્લા કલેકટર સહિતનું તંત્ર અમને ગણેશજીની મૂર્તિના વેચાણ માટે યોગ્ય જગ્યા ફાળવે, કારણે હાલ કોલેજ બહાર, રોડ ઉપર મૂર્તિઓ રાખવાની અવાનવાર ઘર્ષણો થાય છે. હવે તો આગળના દિવસો અમારા નસીબમાં હશે તો ધંધો થશે.ચાલુ વર્ષે ગણેશજીની મૂર્તિઓના ભાવમાં કોઇ વધારો ન હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. ત્યારે 4 ફૂટની મૂર્તિના રૂ. 5000, 3 ફૂટની મૂર્તિના 3,000, 2 ફૂટની મૂર્તિના 1500 તેમજ દોઢ ફૂટ મૂર્તિના રૂ. 1000 ભાવ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...