• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Despite 10 Years Of Construction Of Narmada Canal In The Villages Of Chhewada Of Rankantha Of Patdi, Water Has Not Come, Farmers Are Angry Over Huge Gaps In The Canal.

કેનાલ બની શોભાના ગાંઠીયા સમાન:પાટડીના રણકાંઠાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલ બન્યાને 10 વર્ષ વિતવા છતાં પાણી આવ્યું નથી, કેનાલમાં મસમોટા ગાબડા પડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રણકાંઠાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલ બન્યાને 10 વર્ષ વિતવા છતાં પાણી આવ્યું નથી - Divya Bhaskar
રણકાંઠાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલ બન્યાને 10 વર્ષ વિતવા છતાં પાણી આવ્યું નથી
  • ઓડુ અને મીઠાઘોડા ગામની કેનાલમાં એક ટીપુંય પાણી ન આવતા ખેડૂતોમાં આક્રોશ
  • કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરી તાકીદે પાણી છોડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું રણકાંઠાનું સૌથી છેવાડાના ઓડુ અને મીઠાઘોડા ગામમાં નર્મદા કેનાલ બન્યાને 10 વર્ષ થયા હોવા થતા કેનાલમાં પાણી આવ્યું નથી. તેમજ પાણી આવ્યાં પહેલા જ મસમોટા ગાબડા પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારના 89 તાલુકાના 87 ગામોમાં નર્મદાના નીર પહોંચ્યાં હોવાના તંત્ર દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે, ત્યારે પાટડી તાલુકાનું સૌથી છેવાડાના ઓડુ અને મીઠાઘોડા ગામ એવા છે કે, જ્યાં કેનાલ બન્યાને 10 વર્ષ વિતવા છતાં હજી સુધી આ કેનાલમાં ટીપુંય પાણી આવ્યું નથી. તેમજ આ કેનાલમાં પાણી આવે એ પહેલા જ મસમોટા ગાબડા પડી જતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ અંગે ઓડુ ગામના ખેડૂત રણછોડભાઇ પ્રજાપતિ, ઝીણાભાઇ જુઠાભાઇ અને લક્ષ્મણભાઇ સાવડીયાએ આક્રોશ સાથે જણાવ્યું કે, ઓડુ ગામે 2012માં કેનાલ બની છતા તંત્ર દ્વારા આજ દિન સુધી પાણી છોડવામાં આવ્યું નથી. તેમજ બે કિ.મી.ની કેનાલ તો આટલા વર્ષો વિતવા છતાં હજી સુધી બનાવવામાં આવી નથી. આ અંગે અમારા ગામના ખેડૂતો દ્વારા લાગતા-વળગતા તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. છતાં તંત્ર દ્વારા ઓડુ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન કરવાની સાથે આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ તૂટેલી કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવાની સાથે બાકી કેનાલોનું કામ પૂર્ણ કરી તાકીદે પાણી છોડવામાં આવે એવી વ્યાપક માંગ ઓડુ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...