રસપ્રદ ચૂંટણી જંગ:મોરબીના નારણકા ગામમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા કાંટે કી ટક્કર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના નારણકા ગામમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા કાંટે કી ટક્કર - Divya Bhaskar
મોરબીના નારણકા ગામમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા કાંટે કી ટક્કર
  • એક જ પરિવારના સભ્યો હોવા છતા સમરસ ના થતા યોજાઈ રહી છે ચૂંટણી

મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતોમાં આજે 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે મોરબી તાલુકાના નાના એવા નારણકા ગામે સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે. અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે હાલમાં ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.

મોરબી જિલ્લાની 303 ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે એમાંથી 71 ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ સમરસ ગ્રામ પંચાયત બની હતી. અને 35માં ફોર્મ ભરાયા નહોંતા. આથી હાલમાં 197 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જો કે મોરબી જિલ્લાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે.

આ નારણકા ગામમાં એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી. જ્યારે હાલમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ અંગેની ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર ગામમાં જેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમાં ચંપાબેન કાનજીભાઇ બોખાણી, અમરતબેન ધનજીભાઇ બોખાણી અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણીનો સમાવેશ થાય છે.

અને જો એમના સબંધની વાત કરવામાં આવે તો ચંપાબેન કાનજીભાઇ બોખાણી અને અમરતબેન ધનજીભાઇ બોખાણી જેઠાણી અને દેરાણી છે. અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી એમની ભત્રીજા વહું છે. મોરબીના નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજના બોખાણી પરિવારના કુલ દશ ઘર આવેલા છે. વધુમાં આ ગામમાં 950 કરતાં વધુનું મતદાન છે અને સાથે સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. જો કે, હાલમાં જે ચૂંટણી યોજાઇ રહી છે તેમાં ચૂંટાયેલા સરપંચ પ્રાથમિક સુવિધાઓની સાથે-સાથે આરોગ્ય અને શિક્ષણની સુવિધા વધારવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...