દરોડો:થાનના ચોટીલા રોડ પર ખાણ ખનીજ વિભાગના દરોડા, છ ડમ્પરો કબ્જે લીધા

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા રોડ ઉપરથી ખાણ ખનીજ વિભાગે ખનીજનું ગેરકાયદેસર વહન કરતા છ ડમ્પરો ઝડપી લઈને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મુકેલ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવી છે કે, થાન પંથકમાં ખનીજચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતા ભુસ્તરશાસ્ત્રી બારોટની સુચનાથી ચોટીલા-થાન રોડ ઉપર આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

આ દરોડામાં કુલ છ ડમ્પરો ઝડપાઈ ગયા હતા. તંત્ર વાહકોએ ઝડપેલા ડમ્પરો પૈકી ડમ્પર નંબર GJ-36-T-8083માં 45.250 મે.ટન, GJ-13-AX-0001માં 56.520 ટન, તથા GJ-13-AW-9121માં 36.780 મે.ટન સિલિકા સેન્ડ ભરેલુ હોવાનું જાણવા મળે છે.

ડમ્પર નં.GJ-3-AT-3369માં 35.09 મે.ટન સિલિકા સેન્ડ હોવાનું જાણવા મળે છે અન્ય બે ડમ્પરો નંબર GJ-13-X-5182 અને GJ-03-BY-8287માં ભરેલા ખનીજનું વજન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ ખનીજ વિભાગે તમામ ડમ્પરો મુદ્દામાલ કબ્જે કરીને ચોટીલા પોલીસ સ્ટેશનમાં મુકાવેલુ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...