તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:ચૂંટણીના ડખામાં હવામાં ફાયરિંગ કરનારા શખ્સના જામીન નામંજૂર

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રા.પં.ની ચૂંટણી હારી જતાં ફાયરિંગ કરાયું હતું

વઢવાણના વાડલાના વનરાજભાઈ સામે જગદીશભાઇ ખેરે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભર્યુ હતુ. જેમાં વનરાજભાઇ હારી ગયા હતા અને જગદીશભાઇ વિજેતા થઇને ઉપસરપંચ બન્યા હતા. આ બાબતનું મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ. ત્યારબાદ જગદીશભાઇ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડુ કરાવવાનું કામ કરતા હતા ત્યારે દેવજીભાઇ અને વનરાજભાઇએ મને પુછયા વગર કેમ કામ કરો છો, કામ કરવુ હોય તો ભાગ આપવો પડશે તેમ કહી બોલાચાલી કરી હતી.

બાદમાં તા.18-11-2020ના રોજ જગદીશભાઇના પિતરાઇભાઇ શકિતસિંહ ગામમાં પસાર થતા હતા ત્યારે મેહુલભાઇ અભેસંગ મકવાણા લોખંડનું ધારીયુ અને દેવજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ લોખંડની ફરસી લઇને ધસી આવ્યા હતા અને વનરાજભાઇએ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં ધરપકડ થયા બાદ જેલવાસ ભોગવતા વનરાજભાઇ અભેસંગભાઇ મકવાણાએ જામીન પર મુકત થવા તા. 1 ફેબ્રુઆરીના રોજ અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા સરકારી વકીલ પી.જી.રાવલે દલીલો કરી હતી. જેમાં વનરાજભાઇ પર અગાઉ થયેલ મારામારી, એટ્રોસીટી, જુગારના કેસો જણાવાયા હતા. આથી પાંચમા એડિશનલ અને સેશન્સ જજ ડી.આર.સ્વામીનારાયણે અરજદાર વનરાજભાઇ મકવાણાની જામીન અરજી નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો