તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુરેન્દ્રનગરમાં 27 વર્ષથી બંધ પડેલા નારી કેન્દ્રને શરૂ કરવાની માગ,આમ આદમી પાર્ટી દ્વાર આવેદનપત્ર પાઠવાયું

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં 27 વર્ષથી બંધ પડેલા નારી કેન્દ્રને શરૂ કરવાની માગ,આમ આદમી પાર્ટી દ્વાર આવેદનપત્ર પાઠવાયું - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં 27 વર્ષથી બંધ પડેલા નારી કેન્દ્રને શરૂ કરવાની માગ,આમ આદમી પાર્ટી દ્વાર આવેદનપત્ર પાઠવાયું
  • ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને હાલ રાજકોટ નારી કેંદ્રમાં મોકલવામા આવે છે

સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર આવેલુ નારીકેન્દ્ર છેલ્લા 27 વર્ષથી બંધ છે. આથી બંધ હાલતમાં પડેલા નારીકેન્દ્ર શરુ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આવેદન પાઠવ્યુ હતુ.

સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર આવેલુ નારીકેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે ત્યારે આ નારીકેન્દ્ર શરૂ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે શહેરનું એક માત્ર નારી કેન્દ્ર છેલ્લા 27 વર્ષથી બંધ હાલતમાં છે જેના કારણે ત્યક્તા તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓને રાજકોટ નારી કેન્દ્ર ખાતે મુકવાની ફરજ પડે છે.

સરકાર દ્વારા એક તરફ નારી ઉત્થાનની મસમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા નારી કેન્દ્ર ફરીવાર શરૂ કરવા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...