રજૂઆત:સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર અનેક અકસ્માતો થતાં બમ્પ મૂકવા માગણી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હૃદયરોગ-પ્રસૂતિ હોસ્પિટલ તરફ જતા મુખ્ય રોડ પર બમ્પ મૂકવા લોકમાગ. - Divya Bhaskar
હૃદયરોગ-પ્રસૂતિ હોસ્પિટલ તરફ જતા મુખ્ય રોડ પર બમ્પ મૂકવા લોકમાગ.
  • પ્રસૂતિ, હૃદયરોગની હોસ્પિટલ હોવાથી દર્દીઓની અવરજવર વધારે રહે છે

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર અનેક માર્ગો પર બમ્પ મૂકવામાં આવ્યા છે. જ્યારે બસ સ્ટેન્ડ આગળ થોડે દૂર જતા આવેલી હોટેલ સામે જ બમ્પ ન હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. આ રોડ પર એક બાઇકચાલકનો અકસ્માત થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આ રોડ પર બમ્પ મૂકવા લોકમાગ ઉઠી છે.

બીજી તરફ ત્યાંથી પસાર થતા રાઠોડ સુનિલ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાસે હોટેલ છે તેની આજુબાજુ હૃદયરોગની તેમજ પ્રસૂતિ માટેની હોસ્પિટલો સામસામે આવેલી છે. આવા દર્દીઓની આ રોડ પર આવનજાવન વધુ રહે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલા અને કોલેજના વિદ્યાર્થીઓ ત્યાંથી ચાલીને પસાર થાય છે. વારંવાર આવા નવા અકસ્માત સર્જાતા હોય છે. આથી આ બાબતે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...