તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંયુક્ત પાલિકા વોર્ડ નં. 6:ચોમાસાના પાણી દિવાળી સુધી ભરાયેલાં રહેતા સ્થાનિકોની યોગ્ય કરવા માંગણી

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાણીના નિકાલ અને સફાઇના અભાવે ઠેર ઠેર ગંદા પાણી ભરાયેલા છે. - Divya Bhaskar
પાણીના નિકાલ અને સફાઇના અભાવે ઠેર ઠેર ગંદા પાણી ભરાયેલા છે.
 • છેવાડાના વિસ્તારોમાં પાણીના અપૂરતા અને અનિયમિત વિતરણથી હાલાકી : પાટીદાર, દલિતોની સંખ્યા વધુ

સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા મચ્છુનગર, સુડવેલ, મુળચંદ રોડ સહીતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા પ્રાણપ્રશ્ન બની ગયો છે. ચોમાસામાં ભરાયેલા પાણી દિવાળી સુધી જેમના તેમ રહેતા સ્થાનિકો તોબા પોકારી જતાં હોય છે. અનેક સોસયટી વિસ્તારમાં પાકા રસ્તાની પણ સુવિધા નથી ત્યારે પાણીના નિકાલ અને સફાઇ આ બે મુખ્ય સમસ્યાઓ ઉકેલવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

સાફસફાઇનો મુદ્દો પરસેવો લાવશે
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં મુખ્યત્વે 80 ફુટ રોડ, 80 ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ, ગેબનશાપીર સર્કલ સહીતના વિસ્તારનો સમાવશે થાય છે. ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ન ભરાવાની સમસ્યાથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. ચોમાસાના પાણી છેક દિવાળી સુધી સુકાતા ન હોવાની સ્થાનિકોની રાવ છે. આ ઉપરાંત મચ્છુનગર, મુળચંદ રોડ, સુડવેલ સોસાયટી જેવા વિસ્તારો આજે પણ પાણી અને પાકા રસ્તાની સુવિધાથી વંચીત છે.

આ વિસ્તારોમાં અનિયમિત અન અપુરતા પાણી વિતરણથી અવારવનાર સ્થાનિકોના ટોળા રજૂઆત કરવા પાલિકા કચેરીએ દોડી આવતા હોય છે પરંતુ હજુ પણ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ આવ્યો નથી.ચોમાસા દરમિયાન સુડવેલ સોસાયટીમાં તો એટલા પાણી ભરાતા હોય છે હોસ્પિટલ જવા માટે વાહનો પણ અંદર સુધી આવી શકતા નથી. તેમજ ખાસ કરીને નિયમિત સફાઇ ન થતી હોવાની ફરિયાદ છે.

કુલ મતદાર, 17,402

કયા કયા વિસ્તાર
80 ફુટ રોડ
ભક્તિનંદન સર્કલ
કંસારા બોર્ડીંગ
બજરંગ ટાઉનશીપ
શિવમપાર્ક
મચ્છુનગર
લેઉવા પટેલ બોર્ડીંગ
ચામુંડા પાર્ક,
શક્તિપાર્ક
ક્રિષ્નાપાર્ક,
મારૂતીપાર્ક
અંબિકાનગર વિસ્તાર
વાસુકીનગર
ગેબનશાપીરથી મઢુલી

ચોમાસામાં બહાર નીકળવું પણ મુશ્કેલ
આખા વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ વરસાદી પાણીનો કોઇ નિકાલ નથી. ચોમાસા દરમિયાન થોડા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઇ છેે. કોમન પ્લોટમાં પાણી ભરાતા_ નર્કાગાર જેવી સ્થિતી સર્જાઇ છે. - દિપલબેન.પી. ભટ્ટ

ચારેતરફ ગંદકીથી રોગચાળાની ભીતિ
પાલિકા દ્વારા સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ કોઇ પણ જગ્યાએ નિયમિત સફાઇ થતી નથી. આથી અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાઓ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.- ચિંતન રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો