ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યની તમામ કોર્ટ માટે કોરોના મહામારી અંગે તા.10 જાન્યુઆરીથી નિર્દેશો જાહેર કર્યા હતા.જે મુંજબ કોર્ટ પરીસરમાં આગળના આદેશો સુધી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વર્ચ્યુઅલ મોડમાં કામ કરાશે.
કોર્ટ પરીસરમાં વકીલો કે પક્ષકારોને પ્રવેશ આપવામાં નહીનો નિર્ણય કરાયો છે.ત્યારે સુરેન્દ્રનગર બાર એસોસીએશનના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલાએ નિયમોના પાલન સાથે કોર્ટ પરીસરમાં પ્રવેશની માંગ કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ હાલ ચુંટણી પ્રચારો, શાળઓ, કચેરીઓ, બજારો સહિત ચાલુ છે પરંતુ વકિલને કોર્ટ પરીસરમાં પ્રવેશદેવાતો નથી પહેલાના કોરોના કાળમાં વકિલોને પણ આર્થિક અસર થઇ છે
હાલ મોટાભાગનાએ વેક્સીન લીધી હોવાથી સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક સહિત નિયમ પાલન સાથે પ્રવેશ કરવા દેવામાંગ કરી છે.જે માટે વકીલો માટે કોર્ટ કેમ્પસમાં વ્યવસ્થા કરાવવી અથવા નોટરી રૂમમાં, કોર્ટ બહાર ઉભેલા પોલીસ કર્મી ઓને સૂચના આપવી કે વકીલો સમાજ ના પ્રતીસ્થિત નાગરિક છે તેની ભેગું ગુન્હેગાર જેવું વર્તન કરવા માં ન આવે,. જ્યુડિશિયલ સિસ્ટમ ને અરજ કરવી કે હજુ ઘણા વકીલો ને ઓનલાઈન ફાવતું ન હોય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે સહિત માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.