આવેદન:ખેડૂતોને ગાડી નીચે કચડનાર ગૃહરાજ્ય મંત્રીના દીકરાને જાહેરમાં ફાંસી આપવા માંગ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કિશાન કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ સંયોજક અલ્પેશભાઇ ગાબુ સહિત આગેવાનોએને કિશાન ખેડૂત એકતા મંચે જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રપતિને સંબોધી આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં ઉતર પ્રદેશના લખમીપુરમાં ખેડૂતો પોતાની માંગોને લઇ ધરણા પ્રદર્શન શાંતી પુર્વક કરી રહ્યા હતા. તે ખેડૂતો પર રાજ્યમંત્રી અજય મીશ્રાના દિકરાએ કાર ચડાવી દઇ નર સંહાર કર્યો હતો. અગાઉ અમિત મિશ્રાએ જાહેર નિવેદનમાં સુધરજાઓ વરના 2 મિનટમે સુધાર દેંગે નિવેદન કર્યુ હતુ. ત્યારબાદ તેમના દિકરાએ ખેડૂતો પર કાર ચલાવી છતા તંત્રમુક પ્રેક્ષક જેમ જોતુ રહ્યુ છે. આથી આ કેન્દ્રીય રાજ્યમંત્રીના દિકરાને જાહેરમાં ફાંસી આપવા માંગ કરી હતી.જ્યારે અજય મીશ્રાને મંત્રી પદેથી બરખાસ્ત કરવા તથા સુપ્રિમકોર્ટના સીટીંગ જજની કમીટી આ કૃત્ય કોના આદેશથી થયુ તેની તપાસ કરાવે અને દોષીતોને ફાંસીએ લટકાવવામાં માંગ કરી હતી. હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજીનામુ આપે તેવી આપે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...