પાણીની સમસ્યા:જિલ્લાના વધુ 10 ગામની ટેન્કરથી પાણીની માગણી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં હાલ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં હાલ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
  • વૈકલ્પિક સ્રોતના અભાવે ટેન્કરની માગ
  • સૌરાષ્ટ્રનું પાણિયારું છતાં સુરેન્દ્રનગરમાં કૂવા, તળાવનાં પાણી ખૂટ્યાં, 11 ડેમ પૈકી 5 ડેમ તળિયા ઝાટક, બાકીના 6 ડેમમાં 22.87 ટકા જ પાણી
  • હાલ જિલ્લામાં 19 ગામોની 42,479 વસ્તીને 135 ટેન્કરના સહારે પાણી પહોંચાડાઇ રહ્યું છે
  • પાણી પુરવઠાની સેવાને અસર ન પહોંચે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારી, કર્મીઓને ચૂંટણી સિવાયની કોઇ કામગીરી ન આપવા સૂચન

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ટેન્કર રાજ થકી 19 ગામોની 42,479 વસ્તીને પીવાના 135 ટેન્કરના ફેરા થકી પાણી પહોંચાડાઇ રહ્યુ છે. ત્યારે 31 દિવસના ગાળામાં વધુ 10 ગામોમાં કૂવા અને તળાવના પાણી ખૂટતા વૈકલ્પિક સ્રોતના અભાવે ટેન્કરની માગ ઊઠી છે. આથી જળ સમિતિ બેઠકમાં વધુ ટેન્કરોને પણ બહાલી આપવામાં અવી હતી.

10 ગામોમાં પાણી પૂરું પાડવા માટે 53 ટેન્કરના ફેરાને મંજૂરી અપાઇ
રાજ્યની મધ્યે આવેલો સુરેન્દ્રનગર જિલ્લામાં ઢાંકી પમ્પિંગ સ્ટેશન નર્મદા કેનાલ આવવાથી સૌરાષ્ટ્રનું પાણિયારું બન્યાનો અને સૌથી વધુ ઝાલાવાડને નર્મદાનો લાભ મળ્યાના દાવાઓ કરાય છે. જિલ્લામાં હજુ પણ અમુક ગામોમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કર ચલાવવાનો વારો આવે છે. અગાઉ પાણી સમિતિની બેઠક મળી હતી. 19 ગામોમાં પાણી માટે 135 ટેન્કરના ફેરાની જરૂરિયાત હોવાથી પાણી પહોંચાડાઇ રહ્યા છે.

અનેક વખત તાલુકામાં અને જિલ્લામાં રજૂઆત કરાઇ છે તેમ છતા પરિણામ શૂન્ય: સરપંચ, 2 દિવસથી ટેન્કર શરૂ કરાતા પાણી લેવા પડાપડી
અનેક વખત તાલુકામાં અને જિલ્લામાં રજૂઆત કરાઇ છે તેમ છતા પરિણામ શૂન્ય: સરપંચ, 2 દિવસથી ટેન્કર શરૂ કરાતા પાણી લેવા પડાપડી

ત્યારે આ બેઠકના 31 દિવસના ગાળામાં જ બીજા 10 ગામોમાંથી પીવાના પાણીના સ્રોતો જેવા કૂવા, તળાવોના જળ ખૂટતા અને વૈકલ્પિક પાણીના સ્રોતના અભાવે લોકોએ ટેન્કરની માગ કરી હતી. આથી વધુ 10 ગામોના 28,049 લોકોની વસતીને પીવાનું પાણીનો સ્રોત હવે માત્ર ટેન્કરનો જ સહારો બચ્યો છે. ત્યારે જિલ્લાના10 ગામોમાં પાણી પૂરું પાડવા માટે 53 ટેન્કરોના ફેરાને મંજૂરી અપાઇ છે. આમ 28,049 લોકોની વસતીને પાણી પૂરું પડાશે.

આ બેઠકમાં પાણી સમિતિ સમક્ષ નવા બોર બનાવવા વીજ કનેક્શન માટે માણગી આવતા વહેલી તકે તપાસ કરાવી ઝડપી કામ કરવા સૂચન કરાયા હતા. ઉનાળામાં પાણી પુરવઠાની સેવાને અસર ન પહોંચે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારી, કર્મીઓને ચૂંટણી સિવાયની અન્ય કોઇ કામગીરી ન આપવા સૂચન કરાયા હતા. ખજેલી, ગોમટા ચુડા તાલુકાના વિસ્તારોની માઇનોર કેનાલના કામો વહેલી તકે પૂર્ણ કરવા કેનાલ લીકેજ બાનાવ નિવારવા મરામત નિભાવણી સમયસર કરાવ તાકીદ કરાઇ હતી

પાણી ચોરી અટકાવવા પગલાં લેવા તાકીદ કરવામાં આવી
ધોળીધજા ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણીની લાઇનમાં ગેરકાયદે કનેક્શનો લેવાય છે. આથી સાયલા, ચોટીલા, થાન તાલુકાના ગામોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું નથી પડતું. આથી ગેરકાયદે કનેક્શન દૂરકરવા જિલ્લા પોલીસ, પાણી પુરવઠા વિભાગ,રેવન્યુ પંચાયત વિભાગ સાથે કાર્યવાહી કરવા જણાવાયું હતું. જ્યારે જિલ્લાની કેનાલોમાંથી પાણી ચોરી અટકાવવા પેટ્રોલિંગ કરવા આયોજન કરવા સૂચન કરાયા હતા.

થાન, વઢવાણ લખતરના આ ગામોમાં પાણીની સમસ્યા
થાનગઢના મનડાસર, વીજળીયા, મોરથળા,ઉંડવી, વર્માધાર ગામે પીવાનું પાણી ન મળવા અંગે પદાધિકારીઓને રજૂઆત થતા સ્થળ તપાસ કરી સમિતિ સમક્ષ રજૂ કરવા જણાવાયું હતું. વઢવાણના ખોડુ, વેળાવદર અને રૂપાવટી ગામે જુથ યોજનાનું પાણી અનિયમિત મળે છે. લખતરના વણા, સદાદ, મોઢવણા ગામે પણ જૂથ યોજનાનું પાણી અનિયમિત ઓછુું મળતું હોવાથી નિયમીત પૂરતું પાણી માટે પાણી પુરવઠા વિભાગને તાકીદ કરાઇ હતી.

વડોદ ડેમ-ધોળી ધજા ડેમમાંથી સિંચાઇ માટે પાણીનો પ્રશ્ન ચર્ચાયો
વડોદ ડેમમાંથી સિંચાઇ માટે પાણી મેળવવા પદાધિકારીઓને રજૂઆત આવી હોવાથી કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગે એસએસએનેએનએલ દ્વારા ડેમ ભરવામાં આવે તો સિંચાઇનું પાણી આપી શકાય તેમ છે. આથી વડોદ ડેમમાં કાયમી સિંચાઇ, પાણી ઉપલબ્ધ થાય તેમાટે સરવે, મંજુરી મેળવવા કાર્યવાહી કરવા સૂચન કરાયા. ધોળી ધજા ડેમથી ખોડુ ગામ સુધી સિંચાઇનું પાણી આપવા સ્પેશિયલ પાઇપલાઇન રજૂઆત અંગે ઇજનેરે યોજનાની સરવે પૂર્ણ કરાઇ હોવાનું, કામ મંજૂર થયે આગળ વધારાશે. મોરસલ ડેમ ભરવા પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું.

મૂળીના સુજાનગઢ ગામે લોકો પીવાનાં પાણી માટે ખેતરોમાં રઝળપાટ કરવા માટે મજબૂર
મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે છેલ્લાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોને તડકામાં ખેતરોમાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરી હોવાનું સરપંચ જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે. જ્યારે 2 દિવસથી ટેન્કર શરૂ કરાતા પાણી માટે પડાપડી થઇ રહી છે. એક તરફ સરકાર પીવાનાં પાણી અંગે સબ સલામતના બણગા મારી રહ્યું છે. ત્યારે બીજી બાજુ મૂળી તાલુકાનાં અનેક ગામોમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉદ્બભવે છે.

પરંતુ મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે અંદાજે 5 વર્ષ પહેલાં ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા હાજરોના ખર્ચે 5 કિમી દૂર સુજાનગઢ ગામ સુધી પાઇપલાઇન નખાઈ હતી. ઘણા સમયથી કોઇ કારણસર પાણી અનિયમિત આવતા ગ્રામજનોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે અને 2 કિમી સુધી ખેતરોમાં જઇ દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

સરેન્દ્રનગર કલેક્ટર કચેરી બહાર નર્મદાના પાણી માટે આંદોલન કરીરહેલા ખેડૂતોનું આવેદન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકાના 31 ગામોના સરપંચો અને આગેવનો નર્મદાના નીર આપવાની માગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે.આ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી પાણી આપવા તેમજ પશુઓ માટે કેટલ કેમ્પ શરૂ કરવા માગ કરી હતી. તેમજ આંદોલનના સમર્થનમાં બહારથી આવતા ખેડૂતો માટે રસોડું શરૂ કરવા મંજૂરી આપવા પણ લેખિતમાં માગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર માટે 31 ગામોના ખેડૂતો અને આગેવાનોએ મોરચો માંડ્યો છે.

અને ત્રણ દિવસથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. ત્યારે શનિવારથી ઉપવાસ આંદોલનમાં ખેડૂતો જોડાયા હતા. જેના ચોથા દિવસે સોમવારે બાઇટ-રતનસિંહ ઠાકોર સરપંચ રાવળીયાવદર, બુટાભાઈ રબારી, મુકેશ મોટકા સદસ્ય સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સહિત સરપંચો તેમજ ખેડૂતો દ્વારા તેમની માંગણીને લઇને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

આ ગામોમાં આ વર્ષે ઉનાળામાં ટેન્કર બોલાવવા પડી રહ્યા છે

તાલુકોગામનું નામવસ્તી

ટેન્કર ફેરા લિ. 10000

ચોટીલામેવાસા(સુ)13802
ચોટીલાસુખસર7581
ચોટીલાચિરોડા(સ)12032
ચોટીલાધારૈઇ32624
ચોટીલાપીપળીયા(ઢો)18444
ચોટીલાઝીંઝુડા37404
ચોટીલાશેખલીયા8451
વઢવાણખારવા348910
લીંબડીગડથલ222910
લીંબડીલિયાદ176010
ધ્રાંગધ્રારામપરા27072
ધ્રાંગધ્રાહામપર16181
ધ્રાંગધ્રાદેવચરાડી32142
કુલ102804953

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...