તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ. પં.ના માજી સદસ્યએ વિડીયો ફરતો કર્યો

જિલ્લામાં ખનીજ, રોયલ્ટી ચોરી અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પંચાયતના માજી સદસ્યએ વિડીયો ફરતો કર્યો. જેમાં જિલ્લામાં ચાલતી ખનીજચોરી અટકાવવા માંગ કરી. જિલ્લામાં જુદાજુદા ખનીજ તત્વો મળી આવતા હોવાથી ભુમાફીયાઓ દ્વારા તેનું ગેરકાયદેસર ખનન કરાતુ હોવાની બુમરાડો ઉઠી છે.

ત્યારે જિલ્લા માજી સદસ્ય અને ચોટીલાના વતની મોહનભાઇ ડાભીએ વિડીયો ફરતો કર્યો હતો. જેમાં તેઓએ જિલ્લામાં ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી કરી ભુમાફીયાઓ કરોડો કમાઇ સરકારી તીજોરીને નુકશાન પહોંચાડે છે. અને ગેરકાયદેસર ખનીજ ચોરીથી રોયલ્ટીની આવક જતા સરકારની તીજોરીને નુકશાની અટકાવી તેમાંથી થતી આવક મહામારીમાં લોકોના સદઉપયોગમાં લેવા માંગ કરી હતી.

જ્યારે ખનીજચોરી રોયલ્ટી ચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા અને ભુમાફીયાઓ સામે લાલઆંખ કરી કાર્યવાહી કરવા માંગ સાથે મુખ્યમંત્રી લોક દરબાર અને કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી હોવાનું વિડીયોના અંતમાં જણાવ્યુ હતુ.જ્યારે વિડીયોમાં કલેક્ટર ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો