ધરણા:મહુવા-સુરત-મહુવા અને મહુવા-બાંદ્રા ટ્રેનને જોરાવરનગર અને વઢવાણ ખાતે સ્ટોપેજ આપવાની માગ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહુવા-સુરત-મહુવા અને મહુવા-બાંદ્રા ટ્રેનને જોરાવરનગર અને વઢવાણ ખાતે સ્ટોપેજ આપવાની માગ - Divya Bhaskar
મહુવા-સુરત-મહુવા અને મહુવા-બાંદ્રા ટ્રેનને જોરાવરનગર અને વઢવાણ ખાતે સ્ટોપેજ આપવાની માગ
  • માગણી ના સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન હંમેશા સુરેન્દ્રનગર જિલ્લાને અન્યાય કરતા હોવની રાવ ઉઠી છે.તેવા સંજોગોમાં લીંબડી, વઢવાણ, જોરાવરનગર રેલવે સ્ટેશન હોવા છતાં ટ્રેઈનોને આ સ્ટેશન ઉપર સ્ટોપેજ આપતા નથી. મહુવા સુરત મહુવા જ્યારે વિકલી ટ્રેન હતી ત્યારે આ ટ્રેનને વઢવાણ અને જોરાવરનગર રેલવે સ્ટેશને સ્ટોપેજ (વિરામ) હતું. હવે આ ટ્રેન ને ડેઈલી કરવામાં આવેલ છે.અને આ ટ્રેઈન નુ વઢવાણ અને જોરાવરનગર રેલવે સ્ટેશને સ્ટોપેજ બંધ કરી દિધેલ છે. તથા મહુવા બાન્દ્રા મહુવા ટ્રેઈનને પણ સ્ટોપેજ આપેલ નથી.

વઢવાણ અને જોરાવરનગર ને સ્ટોપેજ આપવા બાબત ભાવનગર રેલવે ડિવિઝનને તા. 9/12/21 ના રોજ પત્ર લખેલ છે અને જેની નકલ મા.સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા ને પણ પાઠવેલ છે. તેમ છતાં ટ્રેનોને સ્ટોપેજ મળેલ નથી. જેથી જોરાવરનગર રેલવે સ્ટેશન 2. 3/1/2022 5/1/2022 સુધી ધરણાં પ્રદર્શન રાખેલ છે, જેની જાણ ભાવનગર રેલવે ડિવિઝન ને તા. 19/12/2022 ના રોજ લેખીત જાણ કરેલ છે.

આ પત્ર ની નકલ પણ સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને પાઠવેલ છે. તેમ છતા વઢવાણ રતનપર જોરાવરનગરની આશરે બે લાખની પ્રજા ને પોતાના શહેરમાં રેલવે સ્ટેશન હોવા છતાં મહુવા સુરત મહુવા અને મહુવા બાન્દ્રા મહુવા ટ્રેઈનો ને સ્ટોપેજ મળતુ નથી. નાગરિકોના પોતાના શહેરમાં રેલવે ટ્રેનોની પુરતી સેવા મળી રહે તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી ચુંટાયેલા આપણા સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની છે. તેમણે જોરાવરનગર અને વઢવાણને મહુવા બાન્દ્રા મહુવા અને મહુવા સૂરત મહુવા ટ્રેનો ને સ્ટોપેજ અપાવવું જ જોઈએ. પણ વઢવાણ અને જોરાવરનગર ને સ્ટોપેજ નહિ મળતાં જોરાવરનગર અને વઢવાણ ની પ્રજા ને મહુવા સુરત મહુવા અને મહુવા બાન્દ્રા મહુવા ટ્રેઈનો ને વઢવાણ અને જોરાવરનગર રેલવે સ્ટેશને સ્ટોપેજ મળેતે માટે શહેર ના જાગૃત નાગરિકો ભગીરથસિંહ ઝાલા, અશોક જી પારેખ, કમલેશભાઈ કોટેચા, વાઘેલાભાઈ, અશોકભાઈ કંસારા સુરેશભાઈ શાહ તથા શહેરના નાગરિકો જોરાવરનગર રેલવે સ્ટેશન સામે તા.આજ સવારે 10 કલાક થી 12 સુધી (બે કલાક)ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ મામલે સિનિયર સિટીઝનો અને જોરાવર નગર વેપારી મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આગામી દિવસોમાં આ મામલે વેસ્ટન રેલવે અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્ય અને સાંસદ સભ્ય અને કેન્દ્રીયમંત્રી જો આ ટ્રેનને સ્ટોપ નહીં અપાવે તો જોરાવનગર બંધ અને કાળી ઝંડી ફરકાવી અને વિરોધ કરી અને સાંસદ અને ધારાસભ્ય ના ઘરનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી વેપારી એસોસીએશન મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...