સુરેન્દ્રનગર આર્ય રાષ્ટ્ર સેના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ.જેમાં હાલ પાકિસ્તાનમાં હિન્દુ સમાજના લોકોપર સતત હુમલાઓ અને મંદિર તોડી પાડવાની ઘટના બની રહી છે.આથી સરકાર આંતરરાષ્ટ્રીય લેવલે કાર્યવાહી કરી હુમલાખોરોને સજા અપાવેની માંગ કરી હતી.
પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર વિધર્મીઓ અને આતંકીઓએ હુમલાઓ કરી તોડફોડ કરતા હોવાના સોશીયલ મિડીયામાં વિડીયો અને સમાચારો ફરતા થયા હતા. ત્યારે આ બનાવને લઇ સુરેન્દ્રનગર આર્ય રાષ્ટ્ર સેના આગેવાન આર્યબંધુજી અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોને તોડવામાં આવી રહ્યા હોવાનુ અમોને દુખ છે અને આ બનાવનો વિરોધ કરીએ છીએ.ભારત સરકારે આ અંગે પાકિસ્તાન દુતાવાસની સામે આ મુદો ઉઠાવ્યો તેનુ અમે સમર્થન કરી એ છીએ.
આખા વિશ્વમાં સનાતન ધર્મનું એકમાત્ર કેન્દ્ર ભારત દેશ જ છે. આથી વિશ્વમાં ક્યાય પણ હિન્દુઓ પહ હુમલા કે દુરવ્યવહાર થાય તો ભારત સરકાર તેનો વિરોધ કરે તે નૈતીક જવાબદારી છે.આથી આ બનાવમાં સંડોવાયેલા દુષ્ટ લોકોને કડકમાં કડક સજા થાય તેવી આંતરરાષ્ટ્રીય લેવલે કાર્યવાહીની માંગ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.