તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલીકાનો વોર્ડ નં. 4 સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાં નાની અને મોટી શાક માર્કેટ, માઇ મંદિર, કુંથુનાથ જિનાલય, વાસુપુજય જિનાલય સહિતના મહત્વના સ્થળો આવે આવે છે. વોર્ડ નં.માં 14,638 મતદારો છે. જેમાં સૌથી વધુ જૈન સમાજના મતદારો છે. આથી જ કહી શકાય કે, જૈન સમાજના મતદારો વોર્ડ નં. 4 માટે નિર્ણાયક સાબીત થશે.
શેરી વિસ્તારના રહીશો પરેશાન
સુરેન્દ્રનગર-વઢવાણા અને દૂઘરેજ સંયુક્ત નગરપાલિકાનો વોર્ડ નં. 4 સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય વિસ્તાર હોવાથી રસ્તાઓ અવારનવાર તૂટી જાય છે અને તંત્ર દ્વારા અવારનવાર તેના પર થીગડા મારવામાં આવે છે. આથી આ વિસ્તારના રહીશોની કાયમી પાકા રસ્તાની માંગ રહેલી છે. જયારે તાજેતરમાં નવી નંખાયેલી પાણીની લાઇનમાં અનેકવાર ગટરનું પાણી મીશ્રીત થઇ જતા લોકોના ઘરમાં ગંદુ પાણી નળમાં આવતુ હોવાની પણ રાવ ઉઠે છે. આથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઇ છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટરો પણ વારંવાર ચોકઅપ થઇ જવાની સમસ્યાનો આ વોર્ડના લોકોને સામનો કરવો પડે છે. આ વોર્ડમાં મોટાભાગે શિક્ષીત મતદારો રહેતા હોવાથી તેમની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવે તેવા નગરસેવકોના નામની સામેનું ઇવીએમનું બટન દબાવશે તે તો નક્કી જ છે.વોર્ડમાં જૈન મતદારો ઉપરાંત બ્રાહ્મણ, કોળી, સોની, માલધારી સમાજની પણ બહોળી વસ્તી રહેલી છે. ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનનું મેઇન્ટેનન્સ ઝડપથી થાય અને લોકોને વધુ હાડમારી ભોગવવી ન પડે તેવી આશા મતદારો હાલ રાખી રહ્યા છે.
ગટર ઉભરાવાનું બંધ કરાવી તુટેલા ઢાંકણાં બોદલાવો
વોર્ડનં.4ની શેરીઓમાં ભુગર્ભ ગટરોના ઢાંકણા બન્યાને થોડા સમય બાદ જ તુટી ગયા છે. જ્યારે ગટરની યોગ્ય સફાઇના અભાવે વારંવાર ઉભરાવાની સમસ્યા યથાવત છે આતો ભુગર્ભ ગટર બન્યા પછી પણ ગંદા પાણીની સમસ્યા જૈ સૈ થે રહી છે.> આનંદ પરમાર, સ્થાનિક
વારંવાર ખોદકામથી સ્થાનિકો પરેશાન
વિસ્તારના રસ્તાઓ ક્યારેક પાણીની લાઇન નાંખવા તો ક્યારેક ગટરની લાઇન નાંખવા ખોદવામાં આવે છે. પાણીની લાઇન જોડાણ આપવા અને લીકેજ લાઇનોને સમી કરવા રસ્તા ખોદી યોગ્ય બુરાણ કર્યા વગર જ રસ્તા મુકી દેવાતા બિસ્માર બની ગયા છે. > વિપુલ મકવાણા, સ્થાનીક
કુલ મતદાર : 14,638
કયા કયા વિસ્તાર
{ સર્વોદય સોસાયટી
{ જવાહર સોસાયટી
{ પઢીયાર શેરી
{ રૂપાળીબાનું મંદિર
{ અલકા સોસાયટી
{ નુરે મહમદ
{ નવદુર્ગા સોસાયટી
{ પંકજ સોસા.પાછળ
{ છબીલા હનુમાન રોડ
{ બાપુનગર
{ ટાંકી ચોક
{ કહાનનગર
{ મોટી શાક માર્કેટ રોડ
{ પાણીની ટાંકીનો રોડ
{ વાડીલાલ ચોક
{ સી.જે.હોસ્પિટલ રોડ
{ વિઠ્ઠલપ્રેસ
{ માઇ મંદિર રોડ
{ મલ્હાર ચોક
{ પતરાવાળી ચોક
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.