તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડેથ સર્ટિફિકેટમાં PM, CMના ફોટોવાળું પ્રમાણપત્ર આપવા માગ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુ.નગરમાં સામાજિક કાર્યકરો દ્વારા આવેદન

સમગ્ર ભારતમાં કોવિડ-19ને કારણે મૃત્યુ થયેલા લોકોના સ્વજનને જે ડેથ સર્ટિફિકેટ આપવામાં આવે છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તસવીર લગાવવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના ચીફ ઓફિસર તેમજ જન્મ-મરણ નોંધ વિભાગને લેખિતમાં આવેદનપત્ર સામાજિક કાર્યકર સુનિલભાઈ જી.રાઠોડ, વિશાલભાઈ વાઘેલા વગેરે દ્વારા આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયા મુજબ ભારતભરમાં કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સરકાર દ્વારા અપાતી દરેક સહાય પર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટાવાળી કિટ અને સહાય સામગ્રી આપવામાં આવે છે. તો છેલ્લે અવસાન થયેલા લોકોના પરિવારને પણ અપાતા ડેથ સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટાવાળું પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...