તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોનાના વધતા સંક્રમણના પગલે સી.યુ.શાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફી ભરવાનો સમયગાળો વધારવાની માંગ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
સીયુશાહ કોલેજ અને યુનિવર્સિટી - Divya Bhaskar
સીયુશાહ કોલેજ અને યુનિવર્સિટી
 • એબીવીપીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

સી.યુ.શાહ યુનિવર્સીટી દ્વારા પરિપત્ર જાહેર કરી વિધાર્થીઓને પોતાની કોલેજ અંગે ટ્યુશન ફી બેંકમાં ભરવા જણાવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર એ બી વી પી ટીમે સી. યુ.શાહ યુનિવર્સિટીમાં આવેદન પાઠવી કોરોના ની સ્થિતિ ધ્યાને લઈ ફી ભરવાના સમય ગાળામાં વધારો કરવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગરની સી.યુ.શાહ યુનિવર્સીટી દ્વારા તારીખ 26-3-2021 ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં વિધાર્થીઓને પોતાની કોલેજ અંગે ટ્યુશન ફી HDFC બેંકમાં તારીખ 5-4-21સુધીમાં ફી ભરી દેવાનું સૂચન કરવામાં આવ્યું હતું . પરંતુ હાલની કોરોનાની મહામારીની સ્થિતિ ને ધ્યાનમાં લઇને જોઇએ તો આ પરિપત્ર વિધાર્થી અને વાલીના હિતમાં નથી. જે ધ્યાને લઈ એબીવીપી સુરેન્દ્રનગર નગરમંત્રી રિદ્ધિબેન રામાનુજ અને એ બી વી પી કાર્યકર્તા દ્વારા સી. યુ.શાહ યુનિવર્સીટીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાંકોરોના જેવી મહામારીને ધ્યાનમાં લઈ વિધાર્થીઓને આર્થિક રીતે તકલીફ ન થાય એ ધ્યાન લઈને આ પરિપત્ર માં ચોક્કસ સમયગાળા વધારવા માંગ કરી હતી. તેના માટે સી. યુ.શાહ યુનિવર્સીટીનાં કુલપતિ એ યુનિવર્સીટી દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તે વિદ્યાર્થીઓ નાં હિત માં લેવામાં આવશેની બાહેંધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો