તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:SPMRM યોજના હેઠળ હળવદ તાલુકાના દસ ગામોનો સમાવેશ કરી વિકાસના કાર્યો કરવા માંગ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
SPMRM યોજના હેઠળ હળવદ તાલુકાના દસ ગામોનો સમાવેશ કરી વિકાસના કાર્યો કરવા માંગ - Divya Bhaskar
SPMRM યોજના હેઠળ હળવદ તાલુકાના દસ ગામોનો સમાવેશ કરી વિકાસના કાર્યો કરવા માંગ
  • અગરિયા સમુદાયના લાભાર્થે ગામોને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા રજૂઆત

સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના કચ્છના નાના રણની કાંધીના હળવદ, ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની ડો. શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન (એસ.પી.એમ.આર.એમ) યોજનામાં ત્રણેય તાલુકાના એક-એક ગામનો ક્લસ્ટર જૂથમાં સમાવેશ કરીને તાલુકાના દસ ગામડાઓના આવા જૂથ રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને વિસ્તારના ગ્રામીણ સામુહિક વિકાસ માટેના ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા બાબતે ધ્રાંગધ્રાના સમસ્ત અગરિયા સમુદાય સંસ્થા દ્વારા આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાને સંબોધીને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની ડો. શ્યામાપ્રસાદ મુખરજી રુબન મિશન (એસ.પી.એમ.આર.એમ) યોજના હેઠળ આશરે મોરબી જિલ્લાના ટીકર ગામનો ક્લસ્ટરમાં સમાવેશ કરીને ટીકર સહિત આજુબાજુના દસ ગામડાઓના આવા જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને સામુહિક વિકાસ માટે આશરે ત્રીસ કરોડ રૂપિયાના જુદા-જુદા વિકાસ કામો કરવામાં પણ આવેલા છે. જેમાં ટીકર, ઘાટીલા, ઘનશ્યામગઢ, મિયાંણી, જુના અમરાપર, અજીતગઢ, ખોડ, મયાપુર, ઈંગોરાળા સહીતના રણકાંઠાના ગામોમાં લોકોને યોજનાના લાભો મળતા થયા છે

સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના કચ્છના નાના રણની કાંધીના હળવદ, ધ્રાંગધ્રા, દસાડા તાલુકાઓમાં ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની વિશેષ યોજના ડો. શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજનામાં ત્રણેય તાલુકાના એક-એક ગામનો આ ક્લસ્ટર જૂથમાં સમાવેશ કરવામાં આવે તો તાલુકાના દસ-દસ ગામડાઓના જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને કેન્દ્ર સરકારની ગ્રામીણ મંત્રાલય વિભાગની યોજનાઓના ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરીને સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના સામુહિક વિકાસ માટેના કામોનું આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...