તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દરજીકામ કરતા રોજમદારોને ધંધામાં છૂટછાટ આપવા માંગ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાની ટ્રસ્ટી તથા પ્રમુખ કારોબારીઓએ ખાતરી આપી

ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ સુરેન્દ્રનગર જયેશભાઇ સોલંકી, ડી.જી.સોલંકી સહિતનાઓએ કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુંજબ દરજીકામ તેમજ ગાજ બટન દુકાન ધરાવતા કારીગરોને હાલમાં કોરોનાની મહામારીના કારણે 1 માસથી કામધંધા બંધ છે. દરજીકામ કરતા લોકોને આ સિવાય આજીવિકાનું કોઇ સાધન નથી લોકડાઉનના કારણે બીજી કોઇ આવક ન હોવાથી ધરનું ભરણ પોષણ કરવુ કઠીન બન્યુ છે. આર્થિક સંકળામણ હોવાથી દરજીભાઇઓને સવારથી બપોર સુધી દુકાન ખોલવાની મંજુરી આપવા માંગ કરાઇ હતી. તેમજ દરજીઓને આર્થિક સહાય પણ આપવા માંગ કરાઇ હતી.

દરજીકામકરનાર ધંધાર્થી મોટા જનસમુદાય સાથે કામ કાજ નથી હોતુ એક ધંધાર્થીને એક દિવસ દરમિયાન ચારથી પાંચ ગ્રાહકો સાથે કામ કાજ રહેતુ હોવાથી કોવિડ-19 નિયમોનું સંપુર્ણ પાલન સાથે કામકાજ ચાલુ રહી શકે છે. આથી દરજી કામ કરતા વ્યવસાયીકોને આંશિક લોકડાઉનમાં છુટછાટ આપવામાંગ કરાઇ હતી. જો તેમ કરરાય તો સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાની સમાજ વતી ટ્રસ્ટી તથા પ્રમુખ કારોબારીઓએ ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...