લોકમાંગ:ST બસના શહેરમાં સ્ટોપેજ ને રિવરફ્રન્ટ પુલ નજીક પીકઅપ પોઇન્ટની માંગ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રતનપર, જોરાવનગર અને ગણપતિ ફાટસર વિસ્તારના લોકોને મુશ્કેલી
  • કેટલીક બસો બારોબાર દોડાવવાની હોવાથી સલામત સવારીમાંથી ગમે ત્યાં મુસાફરોને ઉતારી દેતા હોવાની રાવ

સુરેન્દ્રનગરમાં મુખ્ય માર્ગો પરથી સલામત સવારી એસટી હમારી બારોબાર દોડતી હોવાની તેમજ મુસાફરોને ગમે ત્યાં ઉતારી દેવાની રાવ ઉઠી છે. ત્યારે આ સ્ટોપેજ પર નિયમિત બસો ઉભી રાખવા અને રિવરફ્રન્ટ ઉપર પુલની બાજુમાં મુસાફરો માટે પીકઅપ પોઇન્ટ બનાવવા આવે તેવી લોકમાંગ ઉઠી છે.શહેરના આંબડેકર ચોકથી જોરાવરનગર પુલ થઇ જતી રાજકોટ, જામનગર સહિતની સલામત સવારી એસટી હમારીની એક્સપ્રેસ બસો ટાવર, સર્કિટ હાઉસ થઇને બરોબાર દોડાવવાની સાથે ગમે ત્યાં મુસાફરોને ઉતારી દેવામાં આવતા હોવાની હોવાની રાવ ઉઠી છે.

આ અંગે ભગરીથસિંહ ડી.ઝાલા સહિતના લોકોએ જણાવ્યું કે, રતનપર પોલીસ સ્ટેશન, માતૃશ્રી કોમ્પ્લેક્ષ કે જ્યાં બસસ્ટોપ છે તેમ છતાં ત્યાં બસો ચાલતી નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર-લીંબડી વાયા જોરાવરનગર, ગણપતિ ફાટસરના બદલે બારોબાર બસો ચલાવવામાં આવે છે. જેના કારણે મુસાફરોને ફરજીયાત એસટી બસ સ્ટેન્ડ સુધી આવવા અને જવા માટે રિક્ષાભાડા દેવાનો વારો આવે છે. આથી આ સ્ટોપો પર રાબેતા મુજબ બસો દોડાવવામાં આવે.

આ ઉપરાંત રિવરફ્રન્ટ ઉપર પુલની બાજુ કોર્નરની જગ્યા છે ત્યાં પીકઅપ પોઇન્ટ બનાવવા આવે તો ઉનાળો, ચોમાસુ અને શિયાળામાં મુસાફરોને મુશ્કેલીઓ ન પડે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં અસ.ટી. નીગમને ખોટ જતી હોવાથી અનેક રૂટોની બસો બંધ કરવામાં આવી છે જ્યારે જે બસો ચાલું છે તે બારોબાર દોડવવામાં આવી રહી છે આથી મુસાફરોને પણ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...