તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કોરોના સહાયમાં ગેરરીતિ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માગણી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શૈક્ષિક સંઘે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યંુ

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ કચેરીમાં કોરોના સહાય આપવા બાબતે થયેલી ગેરરિતી મામલે પ્રાથમિક શૈક્ષિક સંઘે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું હતું.ઉચ્ચ સ્તરીય ખાતાકિય તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓને સજા અપાવવા માગ કરી હતી. મૂળી તાલુકાના મૃત શિક્ષકને કોરોના ફંડમાંથી 25 લાખની સહાય અપાવવા બાબતે ખોટા પુરાવા ઊભા કરી જિલ્લા કચેરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર વી.ડી. સુથારને સસ્પેનડ કરાયા છે. હાલ તેઓ પોતાની વગથી એફઆઇઆર થાય અને ડીપીઓની બદલી થાય તેવા પ્રયત્નો કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...