ચૂંટણીના પડઘમ:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરેન્દ્રનગરમાં કાલે સભા ગજવશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ સર્જાવાની પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમુક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી નાખવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો વચ્ચે હવે નેતાઓ જતા નજરે પડી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને હવે આખરે બે મહિના જેટલો સમયગાળો બાકી રહ્યો છે.

છેલ્લા 38 દિવસમાં બીજી વખત સુરેન્દ્રનગરની મુલાકાતે
તમામ ત્રણેય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તેમજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વારંવાર ગુજરાત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બને લોકોનો મત જીતી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્યની બે દિવસની મુલાકાતે બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે. ત્યારે કાલે સુરેન્દ્રનગર શહેરની મુલાકાતે બંને મુખ્યમંત્રી આવી રહ્યાં છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પ્રથમ વખત સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે બીજી વખત આવી રહ્યા છે. છેલ્લા 38 દિવસમાં બીજી વખત સુરેન્દ્રનગરની મુલાકાતે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લામાં મજબૂત બને અને લોકોનો મત જીતી શકે તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીની તડામાર તૈયારીઓ
શહેરની સાયન્સ કોલેજ ખાતે ભવ્ય સભા યોજવા જઈ રહી છે. ત્યારે લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વેપારી તથા કર્મચારી વર્ગ આઉટસોર્સિંગ આશાવર્કર બહેનો તથા સરકારથી નારાજ છે, તેવા કર્મચારીઓને પણ આપના નેતાઓએ હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને મુખ્યમંત્રીઓ દ્વારા ભવ્ય સભા યોજવામાં આવશે, ત્યારે આ તકે આપના પ્રદેશના નેતાઓ પણ હાજર રહેશે.

એક સાથે બે મુખ્યમંત્રી એક સ્ટેજ ઉપર જોવા મળશે

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ એવી ઘટના કાલે બનશે કે, ભારતના બે મુખ્યમંત્રી અને એ પણ અલગ અલગ રાજ્યના એક જ સ્ટેજ ઉપર જોવા મળશે. ત્યારે ઉલ્લેખીએ છે કે, આવો બનાવ અને આવો સંયોગ અગાઉ બન્યો નથી.કારણ કે, મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય છે. ત્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હોય તેવા કિસ્સાઓ પણ અત્યાર સુધી બનવા પામ્યા નથી. ત્યારે અન્ય રાજ્યના બે મુખ્યમંત્રી એક સ્ટેજ ઉપર નજરે પડશે. ત્યારે પ્રથમ વખત એવો બનાવ બનશે કે, બહારના રાજ્યના બે મુખ્યમંત્રીઓ એક સાથે સુરેન્દ્રનગરની ધરતી ઉપર એક સ્ટેજ ઉપર નજરે પડશે, અગાઉ આવું ઇતિહાસમાં થયું નથી.સાયન્સ કોલેજ ખાતે 12,000 ખુરશીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવીસુરેન્દ્રનગર શહેરની મુલાકાતે એક સાથે બે મુખ્યમંત્રી આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે ગુજરાતમાં પ્રવેશ મેળવી રહી છે. ત્યારે કાલે સુરેન્દ્રનગરની મુલાકાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સાયન્સ કોલેજ ખાતે ભવ્ય સભા યોજવા જઈ રહી છે. ત્યારે 12,000 જેટલી ખુરશીની વ્યવસ્થા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

11 વાગ્યે સાયન્સ કોલેજ ખાતે સભા
બેઠક વ્યવસ્થામાં કોઈ વિઘ્ન ન આવે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તથા ભગવંતમાન કાલે 11 વાગ્યે સાયન્સ કોલેજ ખાતે ભવ્ય સભા સંબોધન કરવાના છે. ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે તેવી આશા પણ આપના નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.લોકોના મત જીતવાનો પ્રયાસ આપના બંને મુખ્યમંત્રી હાથ ધરશેઅગાઉ અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિવિધ પ્રકારની ગેરંટીઓની જાહેરાત કરી અને લોકોની વચ્ચે જગ્યા ઊભી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અને તેમાં સફળ પણ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાથી લઈ અને ગ્રાઉન્ડ લેવલ સુધી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા મજબૂત બનવા થઇ રહી છે. અને ગુજરાતમાં મજબૂતાઈથી વિધાનસભાની ચૂંટણી લડે તેવા પ્રયાસો હાથ ધરી રહી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વારંવાર આપના નેતાઓ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ કાલે સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના મત જીતવાનો પ્રયાસ બંને મુખ્યમંત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. અને સભાનું સંબોધન કરવામાં આવશે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત અગાઉથી ગોઠવી દેવામાં આવ્યોસુરેન્દ્રનગર શહેરની સાયન્સ કોલેજ ખાતે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રીઓ કાલે આવી રહ્યા છે. અને ભવ્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉથી હોમગાર્ડ, જીઆરડી અને કોન્સ્ટેબલ સહિતના જે સ્ટાફ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. સભા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસસોજી સહિતની પોલીસ ટુકડીઓ પણ હાજર રહેશે. ત્યારે કાલે 12,000થી વધુ લોકો સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થશે અને બંને મુખ્યમંત્રીની સભામાં ભાગ લેશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે..

અન્ય સમાચારો પણ છે...