તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પરેશાન:માથાભારે તત્ત્વો રામગઢ ડિસ્ટ્રિક્ટ ભારદ કેનાલનું પાણી આગળ પહોંચવા દેતા નથી ; ખેડૂતો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલની અંદર પથ્થર નાખીને પાણી અટકાવી તલાવડા, ખાણ ભરતા હોવાની 700થી વધુ ખેડૂતોની રાવ
  • કેનાલમાંથી પાણી ચોરી ક્યારે અટકશે ? તંત્રની મિલીભગતની બૂમરાણ સાથે 4 વર્ષથી ખેડૂતો પરેશાન

ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ડિસ્ટ્રિકટ ભારદ માઇનોર કેનાલનું પાણી અટકાવી પાણી નહીં પહોંચવા દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નહેર વિભાગને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. પાણીથી વંચિત ખેડૂતોને પાણી પહોચાડવા ખેડૂતોએ સૌરાષ્ટ્ર શાખા નાયબ કાર્યપાલક ઇજનેર, પેટા નહેર વિભાગ નં6/28 મેવાડા ઓઇલ મીલ પાસે ધ્રાંગધ્રાને લેખિત રજૂઆત જયદેવસિંહ પરમાર, ઇશ્વરભાઈ અંબારામભાઈ, જગદીશભાઈ, પ્રવિણભાઇ, પરસોત્તમભઈ, ચંદુભાઈ પરમાર, ડાયાભાઈ વગેરે ખેડૂતોએ કરી હતી. જેમાં જણાવાયા મુજબ મોરબી બ્રાંચની રામગઢ ડિસ્ટ્રિક્ટ ભારદ માઇનોર કેનાલ આશરે 7000 મીટર લાંબી છે.

જેમાં ઘણા બધા માથાભારે તત્ત્વો કેનાલની અંદર આડા પથ્થર નાંખી પાણીને આગળ જતું અટકાવીને તલાવડા, ખાણ ભરે છે. કેનાલનું પાણી આગળ સુધી પહોંચવા દેતા નથી. ઘણા ખેડૂતો કેનાલની અંદર હોલ પાડીને પાણી લે છે તેથી પાણી આગળ સુધી પહોચતું નથી. ભારદ માઇનોર કેનાલ હામપુરથી છેક 7 કિલોમીટર જેટલા દૂરના અંતરથી આવે છે અને એમાં 193 હોલ છે. પાણી પણ પૂરતું છોડવામાં આવતું નથી. જો પાણી માટે ઓપરેટરને કહીએ તો લેવલ નથી, કેનાલ છલકાય છે એવા જવાબ આપે છે .

કેનાલના પાટિયા પણ લોક વગરના હોવાથી પાટીયું વધારે દબાવીને પાણી છેળા સુધી પહોચવા દેતા નથી. તો કેનાલમાં લેવલ જાળવી રાખી પાટિયાને લોક મારી ખાણ, તલાવડા અને બકનળા અટકાવી જગતના તાત સુધી નર્મદાના નીર પહોંચાડવા ખેડૂતોએ માંગ કરી હતી. બીજી તરફ આ કેનાલના પાણી પ્રશ્નને લઇને છેલ્લા ચાર વર્ષથી 700થી વધુ ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

ગઇ સિઝનમાં મજૂરો ભાગી ગયા હતા
કેનાલમાંથી પાણી ચોરી સાથેની સર્જાયેલી પરિસ્થિતિ તેમજ પાણી ન મળતા ગઇ સિઝનમાં પાણીના અભાવે મજૂરવર્ગ ભાગી ગયા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા કેનાલ પણ સાફ કરાવવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...