સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધાંધલપુર ટીટોડાના રસ્તે કારમાં વિદેશી દારૂની હેરફેર થઇ રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ધજાળા પોલીસે કાર ચાલકને ઝડપી લઇ તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની 398 બોટલ, કાર, મોબાઇલ સહિત 4,86,200નો મુદામાલ ઝડપાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં વિદેશી દારૂની હેરફેર વધી રહી છે. આ બાબતે ધજાળા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, રણછોડભાઇ ભરવાડ, દોલાભાઇ ડાંગર, ભરતભાઇ જીડીયા સહિતના પોલીસ કર્મીઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ધાંધલપુર ટીટોડાના રસ્તે વોચ રાખી હતી. આ દરમિયાન પુરઝડપે આવતી સ્વિફ્ટ કારને ખોડિયાર માતાના મંદીર પાસે ઉભી રખાવી તપાસ હાથ ધરતા કાર ચાલક તેજમલ ઇશ્વરભાઇ સોલંકી (રહે.ડીસા) હોવાનું જણાવ્યું હતું.
આ અંગેની વધુ તપાસ હાથ ધરતા કારમાં જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ધજાળા પોલીસે કુલ 398 નંગ કિં.1,81,200ની વિદેશી બોટલ તેમજ સ્વિફ્ટકાર 3 લાખ અને મોબાઇલ સહિત રૂ.4,86,200ના મુદામાલ સાથે તેજમલને ઝડપીને દારૂ ક્યાંથી અને ક્યાં લઇ જવામાં આવતો હતો ? તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી. આ અંગે ધજાળા પોલીસે દારૂ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.