ખાતમુહૂર્ત:103 કામનું લોકાર્પણ, 11 ખાતમુહૂર્ત, 23 વિકાસકામોની જાહેરાત કરાઈ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વંદે વિકાસ યાત્રા ચોથા દિવસે સાયલા પહોંચી
  • ટીટોડા, ઢાંકણિયા, મંગળકુઈ, રાતડકી, મોરસલ, બ્રહ્મપુરી, સોનપરી, ઢેઢુકી, સામતપરમાં ભ્રમણ

સુરેન્દ્રનગર જિલ્લાની વંદે વિકાસ યાત્રા હાલ ચાલી રહી છે. ચોથા દિવસે આ યાત્રા સાયલા પહોંચી હતી, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં 103 કામનું લોકાર્પણ, 11નું ખાતમુહૂર્ત, 23 વિકાસકામોની જાહેરાત કરાઈ હતી જ્યારે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.

સાયલાના ટીટોડા, ઢાંકણિયા, મંગળકુઈ, રાતડકી, મોરસલ, બ્રહ્મપુરી, સોનપરી, ઢેઢુકી, સામતપર ગામોમાં યાત્રા ફરી હતી. ટીટોડા, મંગળકુઈ રામજી મંદિરે તાલુકા પંચાયતના પ્રમુખ ડાયાભાઈ જીડિયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય, વિધવા સહાય, વ્હાલી દીકરી, પીજીવીસીએલ ખેતી માટે વીજજોડાણ, આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, સુકન્યા યોજનના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના, સીસી રોડ, સ્નાન ઘાટ, કમ્પાઉન્ડ વૉલ જેવાં 42 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, 25 વિકાસકાર્યોની જાહેરાત, 8 કાર્યનાં ખાતમુહૂર્તની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...