અનાજ વિતરણ ખોરંભે:અનાજના 2.20 લાખ કટ્ટાની હેરફેર માટે 142 મજૂર અને 38 વાહન, 53 મજૂર અને 6 વાહનની ઘટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનો અને મજુરોની ઘટના કારણે રાશન પુરવઠો વિતરણની સમસ્યા થાય તેમ છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં વાહનો અને મજુરોની ઘટના કારણે રાશન પુરવઠો વિતરણની સમસ્યા થાય તેમ છે.
  • જિલ્લાના 9.98 લાખ કાર્ડધારકોને સમયસર અનાજ મળવું મુશ્કેલ, મજૂરોની ઘટને કારણે સમયસર અનાજનો જથ્થો મળતો નથી
  • સાયલા અને મૂળીમાં સૌથી ઓછા માણસ

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક યા બીજાં કારણોસર સસ્તા અનાજની દુકાનોની અનાજ વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. આ બાબતે ‘દિવ્ય ભાસ્કર’એ કરેલી તપાસમાં સપ્લાય માટે મજૂરો અને વાહનોની ઘટને કારણે વિતરણ કરવામાં મોડું થતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં એપીએલ, બીપીએલ અને એએવાય એમ જુદી જુદી 3 કેટેગરીના લોકોને સરકાર દ્વારા અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે, જેમાં કુલ 9.98 લાખ લાભાર્થી છે. આ લાભાર્થીઓ માટે દર મહિને 3 ઝોનમાં ઘઉં, ચોખા તથા ખાંડ સહિત કુલ 11 હજાર ટન અનાજનો સપ્લાય કરવામાં આવે છે, જેમાં 2.20 લાખ કટ્ટા પહેલાં ગોડાઉનમાં ઉતારવામાં આવે છે. બાદમાં ગોડાઉનમાંથી ટ્રકમાં ભરવા માટે કુલ 195 મજૂરની સંખ્યા નક્કી કરવામાં આવી છે, જેની સામે વર્તમાન સમયે 142 મજૂર કામ કરી રહ્યા છે. આમ, 53 મજૂરની ઘટ છે. ઉપરાંત સામાન લઈ જવા અને લાવવા માટે 44 વાહન મંજૂર કરાયાં છે. તેમાં પણ 38 વાહનમાં જ માલની હેરાફરી થઈ રહી છે, જેમાં પણ 6 વાહનની ઘટ છે. આમ વાહનો અને મજુરોની ઘટને કારણે જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સમયસર અનાજનો જથ્થો મળતો નથી જેને કારણે લોકોને રાશન લેવા માટે દુકાનોના ધક્કા ખાવા પડી રહયા હોવાની ચોકાવનારી વિગતો ધ્યાને આવી હતી.

ઘણા સમયથી સર્વરની મુશ્કેલી કે અન્ય કોઇ કારણોસર સમયસર અનાજનું વિતરણ થઇ શકતુ નથી. પરિણામે રોજનુ લાવીને રોજ ખાતા ખાસ કરીને શ્રમિકોના ઘરે ચૂલો જગવો મુશ્કેલ બની ગયો હતો.

3 ઝોનમાં 11 હજાર ટન અનાજ સપ્લાય કરાય છે

ગોડાઉનકુલ મજૂરહાજર મજુરઘટ
સુરેન્દ્રનગર20155
વઢવાણ20155
મૂળી20020
લીંબડી10150
ચૂડા15123
લખતર10140
પાટડી25178
ધ્રાંગધ્રા20200
સાયલા251213
ચોટીલા20137
થાન1091
કુલ19514262

દુકાનોમાં જથ્થો સમયસર પહોંચાડવાની વ્યવસ્થા છે

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજની દુકાનોમાં જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે પુરવઠો વિતરિત કરવામાં આવતો હોય છે. પુરવઠાની દુકાનમાં જેટલી જરૂરિયાત અને ક્ષમતા હોય તેટલો જથ્થો પહોંચાડાય છે. જરૂર પડ્યે 2 ફેરા પણ કરી દેવાય છે. શહેરી વિસ્તારોમાં લગભગ બે ફેરામાં કામ થાય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેરાની જરૂર પડે તો અન્ય રૂટનાં વાહનો જરૂરિયાતવાળા રૂટ પર ચલાવી પુરવઠો પહોંચાડવમાં આવશે.’ > રમેશ પટેલ, નાયબ જિલ્લા ગોડાઉન મૅનેજર

અન્ય સમાચારો પણ છે...