તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માંગ:અભ્યાસક્રમમાં ઘટાડો, પરીક્ષા પદ્ધતિ જાહેર કરો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી વચ્ચે શૈક્ષણિક સંકુલો હજુ સુધી બંધ છે. ઓનલાઇન એજયુકેશન વચ્ચે એક સત્ર પૂરૂ થવાના આરે છે. આવા સમયે સીબીએસઇ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડાની જાહેરાત કરાઇ છે. ત્યારે એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચૂડાસમા સહિતના કાર્યકરોએ કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો અને પરિક્ષા પધ્ધતિ સહિતની બાબતો જાહેર કરવા માંગ કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ સરકાર અભ્યાસક્રમમાં ઘટાડો, ગુણભાર, પરિક્ષા પધ્ધતિ જાહેર કરે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરિક્ષાલક્ષી આયોજન કરવામાં સરળતા રહે. હજુ દિવાળી બાદ પણ શાળાઓ શરૂ થશે તેવી કોઇ શકયતા ન હોવાથી તાકિદે પરિક્ષા પધ્ધતિ અને ગુણભાર જાહેર કરવા માંગ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો