કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે કોરોના પોઝિટિવના 8 કેસ નોંધાયા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે કોરોના પોઝિટિવના 8 કેસ નોંધાયા - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે કોરોના પોઝિટિવના 8 કેસ નોંધાયા
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 7377 પર પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે 8 નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7377ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં સુખદ વાત એ કે, રવિવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી.

કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7146એ પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે 8 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 8 પોઝિટિવ કેસોના ઉમેરા સાથે સાથે કુલ 7377 પર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7146એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...