તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:આંગણવાડી કર્મીઓને સરકારી કર્મી જાહેર કરો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના 1650 કર્મીઓએ આચારસંહિતાને લઇને ધરણાં ન કરી આવેદન આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડીઓમાં હેલ્પર તેમજ વર્કરો તરીકે 1650 જેટલી મહિલાઓ ફરજ બજાવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોની માંગણીઓને લઇને જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતુ.અખીલ આંગણવાડી મહાસંઘ (ભારતીય મજદુર સંઘ)ની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક તા.9-10 જાન્યુઆરીએ ભોપાલ ખાતે યોજાઇ હતી. જેમા આંગણવાડી કાર્યકર-હેલ્પરોના પડતર પ્રશ્નોની ચર્ચા કરાઇ આવી હતી.

જેમાં વિવિધ પ્રશ્નોની માંગણી લઈને તા. 15-2-2021ના રોજ સમગ્ર દેશમાં દરેક જિલ્લા મથકે કલેકટર મારફત વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી મહિલા અને બાળ વિકાસ અને જે તે રાજયના મુખ્ય મંત્રીને આવેદનપત્ર માંગણી બાબતે આપવાની સાથે એક દિવસના ધારણા કરવાનું નકકી થયુ છે. જેના પગલે જિલ્લામાં આંગણવાડીના હેલ્પર, વર્કર સહિતના 1650 જેટલા કાર્યકરો પર રાષ્ટ્રીય મહાસંધના આદેશના પડઘા પડયા હતા. અને ધરણાનો કાર્યક્રમ પણ કરવાના હતા.

પરંતુ આચાર સંહિતા સહિતના કારણોને લીધે સોમવારે જિલ્લા કલેકટરનેસુરેન્દ્રનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ કર્મીઓએ આવેદનપત્ર આપીને આંગણવાડીકમાં કામ કરતાં કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી સામાજીક સુરક્ષા આપવામાં આવે સહિતના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે માંગ કરી હતી. આ પ્રસંગે બીએમએસના પ્રમુખ રમીલાબેન ચૌહાણ, મંત્રી ઇન્દુબેન વાઘેલા, સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય મઝદુરસંઘના મંત્રી વિપુલભાઈ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ માંગણીઓ કરાઇ
આંગણવાડી કાર્યકરોને માસીક 18,000, હેલ્પરોને રૂ. 9,000 આપવામાં આવે.
દેશના તમામ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમીક પાઠશાળા તરીકે માન્યતા આપી કાર્યકરોને પૂર્વ પ્રાથમીક શિક્ષીકા અને હેલ્પરને પૂર્વ પ્રાથમીક સહાયક શિક્ષિકા તરીકે હોદ્દો આપવામાં આવે.
પરચુરણ રજા, હકક રજા, માદંગીની રજા અને તહેવારોની રજા આપવી જોઈએ.
પી.એફ, પેન્શન, ગ્રેચ્યુંઈટી, મેડીકલ સુવિધા, હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરાય.
{આંગણવાડી કાર્યકર / હેલ્પરને ઉંમરનો બાધ હટાવી 100 % જગ્યા પ્રમોશનથી ભરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો