તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ઝાલાવાડમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ડિસેમ્બર ભારે : 4 દિવસમાં 18ના મોત

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે નવા 19 કેસ, સુરેન્દ્રનગર પંથકની 5 વ્યક્તિનાં મોત
 • નવેમ્બર માસના 27 દિવસમાં 54 વ્યક્તિને કોરોના ભરખી ગયો
 • નવા 19 કેસ સાથે સુરેન્દ્રનગર જિલ્લાનું કોરોના મીટર 3065 પર પહોંચ્યુ

જિલ્લામાં નવેમ્બર માસના 27 દિવસમાં જ 54 વ્યકિતઓના મોત થયા બાદ તા. 1 ડિસેમ્બરે 9 વ્યકિતઓના કોરોનાથી મોત થયા હતા. જયારે છેલ્લા 4 દિવસમાં જ કોરોના 18 વ્યકિતઓને ભરખી ગયો છે. શુક્રવારે જોરાવરનગરના 65 વર્ષીય વૃધ્ધ, સુરેન્દ્રનગરના 70 વર્ષીય વૃધ્ધા, વઢવાણના 92 વર્ષીય વૃધ્ધ, સુરેન્દ્રનગરના 66 વર્ષીય વૃધ્ધ અને 64 વર્ષીય વૃધ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ છે. શુક્રવારના 5 મોત સાથે જિલ્લામાં કોરોનાન મૃતાંક 213 થયો છે. જયારે શુક્રવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં નોંધાયેલા 3065 દર્દીઓમાંથી 213ના મોત થયા છે. એટલે કે, દર 15 દર્દીએ એક દર્દીનું મોત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો