તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડ્યા પર પાટું:4000 પશુના પાલન માટે 1.10 કરોડનું દેવું, સરકારે રૂ. 25ની નજીવી સહાય પણ બંધ કરી દેતાં પાંજરાપોળની આર્થિક સ્થિતિ કથળી

સુરેન્દ્રનગર, સાયલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના મહામારી બાદ લોકડાઉનના પગલે દાનની આવક ઘટતાં જિલ્લાની પાંજરાપોળમાં પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. - Divya Bhaskar
કોરોના મહામારી બાદ લોકડાઉનના પગલે દાનની આવક ઘટતાં જિલ્લાની પાંજરાપોળમાં પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે.

કોરોનાના કપરા સમયમાં પાંજરાપોળોને મળતાં દાનની આવકમાં 75 ટકા સુધીનો આકરો થતાં પશુઓના નિભાવ માટે સંચાલકોની સ્થિતિ દયનીય થઈ છે. તેમાંય સરકારે રૂ. 25ની નજીવી સહાય પણ બંધ કરી દેતાં પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. આ કપરી સ્થિતિમાં સાયલા પાંજરાપોળના સંચાલકોને રૂ. 90 લાખનું જ્યારે લીંબડી પાંજરાપોળના સંચાલકોને રૂ. 20 લાખનું દેવું થઈ ગયું છે.

દાનની આવકમાં 75 ટકાનો ઘટાડો
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી 13 પાંજરાપોળ અને 28 ગૌશાળામાં 39 હજાર પશુ આશરો લઇ રહ્યા છે. જેમાં સૌથી વધુ ગાયમાતાની સંખ્યા છે. આ પશુના નિભાવ માટે દરરોજ રૂ.13.65 લાખની જરૂર પડે છે. ત્યારે કોરોનાના સમયમાં દાનની આવકમાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે. આથી પાંજરાપોળના સંચાલકોને પશુનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. તેમાં પણ ખાસ કરીને સાયલા પાંજરાપોળમાં 2000 પશુને આશરો આપવામાં આવ્યો છે. જેમનો દૈનિક ખર્ચ 80 હજાર છે. તેની સામે આવક નથી. આથી જ સાયલાના ટ્રસ્ટીઓ માથે રૂ.90 લાખનું દેવુ થઇ ગયુ છે.

પાંજરાપોળની આર્થિક સ્થિતી કથળી
પરપ્રાંતના ઘાસના વેપારીઓ ટ્રસ્ટીની જવાબદારીએ ઉધારમાં પણ ઘાસ મોકલી રહ્યા છે. આવી જ રીતે અંદાજે 2000 પશુઓને સાચવતી લીંબડીની પાંજરાપોળને પણ લોકડાઉનના સમયમાં રૂ.80 લાખથી વધુનું દેવુ થઇ ગયુ હતુ. પરંતુ બજારો ખુલતા અને દાનની સાથે થોડી સહાય આવતા આ દેવુ ઘટીને અંદાજે રૂ.20 લાખ જેટલુ થયુ છે. આમ દિવસે ને દિવસે પાંજરાપોળની આર્થીક સ્થીતી કથળતી જાય છે. ગાયમાતાને ભુખ્યા રહેવાની સ્થીતી સર્જાઇ છે. છતા સરકાર હજુ પણ પાંજરાપોળને સહાય આપવા બાબતે કોઇ જાહેરાત કરતી નથી.

સરકારે જકાત બંધ કરતાં પાંજરાપોળની આવકો બંધ થઇ
રાજા મહારાજાઓએ ગૌચરની જમીનો પણ ફાળવી હતી. ઉપરાંત વેપારીઓ જેટલા માલની ખરીદી કરતા હતા તેના ઉપર ગાયો માટે ખાસ લાગો (જકાત) લેવામાં આવતી હતી. ત્યારબાદ ઓકટ્રોયની રકમમાં એક રૂપીયે 0.25 પૈસા અલગથી પાંજરાપોળનો લાગો લેવામાં આવતો હતો. વેપારીઓ પણ ઓકટ્રોયના ઇજારેદારને અનુકુળતા મુજબની રકમ આપતા તે રકમ પણ પાંજરાપોળના પશુના નિભાવ માટે વપરાતી હતી. સરકારે ઓકટ્રોયની નાબુદી કરીને ગ્રામ પંચાયતના નિભાવ માટે ગ્રાન્ટ આપી પરંતુ અબોલ પશુના પેટનો ખાડો પુરાતો હતો તે આવક પાંજરાપોળને બંધ થઇ ગઇ. સંવેદનશીલ ભાજપ સરકારે ત્યારે પણ પશુ માટે કાઇ સંવેદનશીલ નિર્ણય ન લીધો અને આજે ગાયમાતા રીતસર ભુખે મરી રહી છે.

ખેડૂતો પણ સહાય માટે આગળ આવે
આખલાનો સીમમાં મોટો ત્રાસ છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા પશુને પણ પાંજરાપોળ સાચવે છે. આથી ખેડૂતોને ઓછુ નુકસાન થાય છે. આવા સમયે ખેડૂતો પાંજરાપોળને સહાય કરે તે જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

રાસરકાર પ્રજાલક્ષી સાથે પ્રાણીલક્ષી બને
ઓકટ્રોય બંધ કરી લાગોની રકમ પાંજરાપોળે ગુમાવી છે પરંતુ હિમાચલ પ્રદેશ સરકારે દેશીદારૂ ઉપર 4 રૂપિયા એકસાઇઝ રાખી 1 રૂપિયો પશુ માટે અને રાજસ્થાન સરકારે સ્ટેમ્પ ડયુટીના સરચાર્જમાં વધારો કરી ગત વર્ષે રૂપિયા 63,52,18,356ની રકમની સહાય કરી છે. ગુજરાત સરકારે પણ સંજીવની સરકાર પૂરવાર થવાની જરૂર છે. - જૈનાચાર્ય ઉદયવલ્લભસુરીજી

અન્ય સમાચારો પણ છે...