રોગનો ભય:તળાવમાં માછલીનાં મોત: લોકો પીવા માટે પાણી લેતાં હોવાથી રોગચાળાનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ રાજપર ગામ તળાવમાં ગત વર્ષે પણ આવી ઘટના બની હતી

વઢવાણ તાલુકાના રાજપર ગામ તળાવમાં અસંખ્ય માછલાઓના મોતથી ગામલોકોમાં અરેરાટી ફેલાઇ હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ માછલાઓના મોતથી હાલ ગામલોકોમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે. વઢવાણ તાલુકાના રાજપર ગામમાં અંદાજે 6000ની વસ્તી વસવાટ કરી રહી છે. ગામ લોકો સ્નાન માટે, વપરાશ માટે તેમજ કેટલીવાર તો પીવા માટે ગામતળાવના પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ બુધવારે આ ગામતળાવમાં અસંખ્ય માછલાઓના મોતથી લોકોમાં અરેરાટી ફેલાઇ હતી. તળાવ સાથે ગામમાં પણ દુર્ગંધયુક્ત વાતાવરણ ફેલાઇ ગયું છે.

આ અંગે ગામના સરપંચ વિજયભાઈ બારૈયા, ઉપસરપંચ લિંબાભાઈ રબારી, હેરમા અરવિંદભાઈ એલ., રમેશપુરી ગોસ્વામી, રાજુભાઈ ચૌહાણ સહિતના ગામલોકોએ જણાવ્યું કે, ગામ માટે પાણીને લઇને આ તળાવ મુખ્ય સ્ત્રોત છે. જેના કારણે લોકો તેનો વધુ પડતો ઉપયોગ પણ કરી રહ્યા છે. હાલ આ તળાવનુ પાણી પણ બિનોપયોગી જેવુ બની ગયું છે.

બીજી તરફ ઉપરથી સમ્પમાથી પણ છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેના કારણે ગામની મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ગત વર્ષે પણ આવી ઘટના બની હતી અને તેના રિપોર્ટમાં તળાવનું પાણી ઉંડા તળમાં ઘટ થઇ જવાથી માછલાઓના મોતનું કારણ આવ્યું હતંુ. ત્યારે આ વર્ષે ફરી આ ઘટના બનતા લોકોને ચામડી સહિતના રોગનો ભય ફેલાયો છે. ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...