અકસ્માત:ટ્રકના પાછળના જોટામાં આવી જતાં 1 મિત્રનું મોત: બીજાનો બચાવ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં ધોળીપોળ નવા પુલ પાસેની ઘટના

વઢવાણ ધોળીપોળ નવા પુલ પર ગુરૂવારના બપોરના સમયે 2 મિત્રના બાઇક સાથે ટ્રકચાલકે ભટકાડી અકસ્માત કર્યો હતો. આ બનાવમાં ટ્રકના પાછળના જોટામાં આવી જતા સુરેન્દ્રનગરમાં રહેતા બાઇકચાલક મિત્રનું મોત થયું હતું. જ્યારે સાથે રહેલા મિત્રનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્તે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વઢવાણ શ્રદ્ધા હોટેલ પાછળ નેક્ષાની શો રૂમ બાજુમાં રહેતા અને મજૂરી કરતા 20 વર્ષના હાજીશ અલ્લારખાભાઇ દિવાન અને શો રૂમની બાજુમાં જ લોખંડની પેટી બનાવવાનુ કારખાનુ ધરાવતા અને સુરેન્દ્રનગર લક્ષ્મીપરા, પેટ્રોલપંપ પાછળ બહુચર સામે રહેતા અંદાજે 32 વર્ષના સાજીદભાઈ બસીરભાઇ શેખ બંને મિત્ર ધોળીપોળ પાસે બાઇક લઇને તા. 24 નવેમ્બરને ગુરૂવારે બપોરના સમયે રાંઢવુ લેવા જતા હતા. જેમા બાઇક સાજીદભાઇ ચલાવતા હતા.

આ દરમિયાન વઢવાણ ગેબનશા ધોળીપોળ નવા પુલ સાજીદભાઇના બાઇક આગળ અેક બાઇક જતું હતું. આથી સાજીદભાઇના બાઇકની બાજુમાંથી અેક ટ્રકવાળાઅે ઓવરટ્રેક કરતો હતો. અને સાજીદભાઇની આગળના બાઇકના ચાલકે બાઇક ધીમુ પાડતા સાજીદભાઇઅે તેમના બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થતા ટ્રક સાથે બાઇક ભટકાતા હાજીશા પાછળ રોડ ઉપર પડી જતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જયારે સાજીદભાઇ રોડ પર ટ્રક બાજુ પડી ગયા હતા.

આ દરમિયાન પાછળથી અેક ટ્રક પૂર ઝડપે ઓવરટ્રેક કરવા જતો હોય પાછળના ટાયરના જોટામાં સાજીદભાઇ આવી જતા મોત થયુ હતુ. આ બનાવથી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા અેકઠા થયા હતા. અને વઢવાણ પોલીસ દોડી અાવી મૃતક સાજીદભાનુ પીઅેમ વઢવાણ સરકારી હોસ્પિટલ કરાવી મૃતદેહને તેમના પરિવારજનોને સોપી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત હાજીશા દિવાને અકસ્માત કરનાર ટ્રકચાલક સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલબ પ્રદિપદાન કે. ગઢવી ચલાવી રહ્યા છે.

પરિવારના અેકના અેક પુત્રનુ મોત, 3 માસના બાળકે પિતા ગુમાવ્યા: સુરેન્દ્રનગરમાં રહેતા બસીરભાઇ શેખને સંતાનમાં 3 દિકરીઓ અને ત્રીજા નંબરનો અેકનો અેક સાજીદ પુત્ર હતો. સાજીદના લગ્ન બાદ સંતાનમાં અંદાજે 3 માસનો પુત્ર પણ છે. પરંતુ અકસ્માતમાં સાજીદભાઇનુ મોત થતા પરિવારે અેકનો અેક પુત્ર અને બાળકે પોતાના પિતા ગુમાવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...