કચ્છનું નાનુ રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત જાહેર કરાયેલું છે. હળવદ રણકાંઠા વિસ્તારનો પણ આ રક્ષિત અભયારણ્યમાં સમાવેશ થાય છે. આ વિસ્તારમાં માલણીયાદ ગામની સીમમાં ખારી નદીના પટમાંથી મૃત હાલતમાં ઘુડખર મળી આવતાં તંત્રમાં ખળભળાટ થયો છે.
ત્યારે વનવિભાગની ટીમ દ્વારા તેના મૃત્યુનું કારણ જાણવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દુર્લભ ગણાતા એવા ઘુડખરનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અને અભયારણ્ય વિસ્તારમાં રક્ષિત પ્રાણીઓની સલામતી સામે સવાલો ઉઠાવા પામ્યા છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને ઘુડખરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.