અથાક મહેનતથી સફળતા મેળવી:સુરેન્દ્રનગરના આદરીયાણામાં કરીયાણાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારની પુત્રીએ ધોરણ 12માં ટ્યુશન વગર 99.97 PR મેળવ્યાં

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના આદરીયાણામાં કરીયાણાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારની પુત્રીએ ધોરણ 12માં ટ્યુશન વગર 99.97 PR મેળવ્યાં
  • સ્ટેટમાં 100 માંથી 100, SPCCમાં 99, અર્થશાસ્ત્રમાં 98 અને એકાઉન્ટમાં 97 માર્કસ મેળવી પરિવારનું નામ રોશન કર્યુ
  • રોજના પાંચથી સાત કલાક નિયમિત વાંચી સતત માર્ગદર્શન અને મોટીવેશનથી સફળતા મળી

રાજ્યમાં આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સુરેન્દ્રનગરના આદરીયાણામાં કરીયાણાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારની દિકરીને ટ્યુશન વગર 99.97 PR સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. પાટડી અલ્ટ્રાવીઝન સ્કૂલમાં અભ્યાસ કરતી અને છેવાડાના આદરિયાણા ગામમાં કરીયાણાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારના પિતાની દીકરી પૂર્વાંગી શાહ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં કુલ 700 માર્કસમાંથી 663 માર્કસ મેળવી 99.97 PR સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે.

વધુમાં પાટડી અલ્ટ્રાવીઝન સ્કૂલમાં અભ્યાસ કરતી પૂર્વાંગી શાહે સ્ટેટમાં 100 માંથી 100, SPCCમાં 99, અર્થશાસ્ત્રમાં 98 અને એકાઉન્ટમાં 97 માર્કસ મેળવ્યા છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં પૂર્વાંગી શાહે જણાવ્યું કે, હું રોજના પાંચથી સાત કલાક નિયમિત વાંચતી હતી. મારી આ સફળતામાં મારી શાળા, શાળાના શિક્ષકો અને મારા માતા-પિતાનો સિંહફાળો છે. એમના સતત માર્ગદર્શન અને મોટીવેશનથી જ મને આ સફળતા મળી છે.

વધુ વિગત આપતા પૂર્વાંગી શાહ જણ‍ાવે છે કે, મેં કોઇપણ જાતના ટ્યુશન વગર જ આ સફળતા મેળવી છે અને હું બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છુ કે, રોજ નિયમિત વાંચવાથી અને અથાગ મહેનતથી અવશ્ય સફળતા મળે જ છે.

અન્ય સમાચારો પણ છે...