ધાર્મિક:ઝાલાવાડમાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ, 10 દિવસ સુધી સેવા-પૂજા કરાશે

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્રતના આગળના દિવસે બજારમાં મૂર્તિઓ ખરીદવા ભીડ જામી

ઝાલાવાડમાં દશામાના વ્રત આથી શરૂ થવાના છે. ત્યારે આગળના દિવસે શહેરની બજારોમાં દશામાની મૂર્તિઓથી સજ્જ થઇ હતી.વ્રતના આગળના દિવસે લોકોએ ખરીદી કરવા ઊમટ્યા હતા. આ વ્રતમાં માતાજીની 10 દિવસ માટે પધરામણી કરી ઉપવાસ કરાશે. જેમાં દરરોજ કથા વાંચન, વાર્તા વાંચન અને વ્રતના 10મા દિવસે રાત્રી જાગરણ કરી 11મા દિવસે માતાજીને વિદાય અપાશે. હિન્દુ ધર્મમાં વ્રતનો અનેરો મહિમા છે.

જેમાંના એક એટલે દશામાંના વ્રત. જેમાં 10 દિવસ સુધી દશામાની મૂર્તિની લોકો ઘરમાં પધરામણી કરે છે. અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ અથવા તો એક સમય ભોજન કરી દરરોજ સવાર સાંજ માતાજીની આરતી અને કથા વાર્તા થકી પૂજન કરાય છે. જ્યારે 10મા દિવસે રાત્રી જાગરણ બાદ અગિયારમાં દિવસે ધામધૂમથી માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વ્રત 5,11 એમ એકી સંખ્યામાં કરાય છે. અને વ્રતના ઉજવણામાં 5 ગોરણીને જમાડી ઉજવણી કરાય છે.

ત્યારે આ વ્રતના તહેવારની આજથી અષાઢ વદ અમાસથી શરૂઆત થઇ રહી છે. ત્યારે બુધવારના દિવસે દિવસોમાં સુરેન્દ્રનગરની બજારોમાં ઠેર ઠેર લોકો માતાજીની મૂર્તિ વેચાણ અર્થે મુકતા સુંદર દૃશ્ય સર્જાયા હતા.અને લોકમાં ધર્મમય ભાવપૂર્વક માતાજીની મૂર્તિ ઘેર પધરામણી કરી હતી. આથી આજથી આરંભ થનારા માતાજીના વ્રતમાં મહોલ્લે-મહોલ્લે, ગામે-ગામ અને શહેર-શહેર દશામાના ગુણગાન ગવાશે.

ગત વર્ષ કરતા ઓછા ભાવ હોવાથી વધુ વેપારની આશા
સૌથી વધુ દશામા સાંઢણી પર બિરાજમાન હોય તેની માગ વધુ રહે છે. ગત વર્ષે કોરોના હોવાથી મૂર્તિઓ બની ઓછી અને વેચાઇ ઓછી હતી. મટિરિયલ પડી રહ્યું હંતુ. આથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષ ભાવ ઓછા છે. જેમાં નાની સાઇઝની 50થી 200 રૂપિયાની, મીડિયમ સાઇઝની 150થી 500 કે 1000 સુધીની તથા મોટી સાઇઝની 1100થી 2100 રૂપિયા સુધીની છે. ગત વર્ષ કરતા ભાવ આ વર્ષ સાઇઝ પ્રમાણે 10થી 20 ટકા ઓછા હોવાથી વધુ વેચાણ થવાની આશા છે. - નરશીભાઇ મારવાડી

અન્ય સમાચારો પણ છે...