તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:જન્માષ્ટમીએ દૂધરેજ વડવાળા મંદિરે દર્શન બંધ રહેશે, ભીડ એકઠી ન થાય તે માટે નિર્ણય લેવાયો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે આવેલા વડવાળા મંદિર ખાતે જન્માષ્ટમીની દર વર્ષે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાંથી ભાવિકો વડવાળાધામ દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે હાલ કોરોના મહામારીના કારણે મંદિર દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ તો મોકુફ જ રાખવામાં આવ્યો છે. સાથે સાથે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મંદિરમાં દર્શન પણ બંધ રાખવાનો નિર્ણય મંદિરના મહંત કનિરામબાપુ અને કોઠારી રામબાલકદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યો છે. 11 થી 13 ઓગષ્ટ સુધી મંદિરમાં દર્શન કરી શકાશે. ભક્તો પોતાન ઘેર બેઠા દર્શન કરી શકે તે માટે મંદિર દ્વારા ઓનલાઇન દર્શન માટે લાઇવ પ્રસારણ કરવામાં આવશે. મંદિરમાં દર્શન ચાલુ હોવા અંગેની કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન દેવા પણ મંદિર દ્વારા અપિલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...