તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર લાઇટો બંધ રહેતાં અંધારપટ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય માર્ગ એવા બસ સ્ટેન્ડ રોડ પર છેલ્લા 2 દિવસથી વીજપોલની અમુક લાઇટો બંધ રહેતા અંધારપટ્ટ છવાયો છે. ત્યારે આ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.સુરેન્દ્રનગર શહેરના અનેક માર્ગો પર મુખ્ય વીજપોલની લાઇટો વારંવાર બંધ રહેતી હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પણ શહેરના હાર્દ સમાન રસ્તો છે.

આ રસ્તા પરની આજુબાજુ જ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ, આઇટીઆઈ, મંદિરો સહિતના સ્થળો આવેલા છે. ત્યારે છેલ્લા બે દિવસથી આ માર્ગ પરની અમુક વીજપોલની લાઇટો બંધ રહેતા અંધારપટ છવાયો છે. આથી આ માર્ગ પરની બંધ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...