વઢવાણ બોડાતળાવ સામેના રોડ પર પીજીવીસીએલના વીજપોલ સાથે કોઇ વાહન શનિવારની મોડી રાત્રિએ ભટકાયુ હતુ. જેના કારણે રાત્રિના સમયે પસાર થતા રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માતનો ભય ફેલાયો છે. જેના કારણે આજુબાજુના અનેક વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો. અને બનાવની જાણ થતા વીજતંત્રની ટીમ દોડી આવતા બે કલાક બાદ શહેરના બંને પુલો તેમજ રસ્તાઓ પર અંજવાળુ થયુ હતુ. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધતુ જાય છે તેમ તેમ લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. તો બીજી તરફ વઢવાણ જીઆઈડીસીજી તેમજ અન્ય સ્થળોએ કામકાજ કરીને ટુવ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનો સાથે લોકોની અવરજવર વધુ રહે છે.
ત્યારે તા. 8 જાન્યુઆરી શનિવારની મોડી રાત્રે વઢવાણ બોડા તળાવ સામેના રોડ પરના પીજીવીસીએલના વીજપોલ સાથે પૂરપાટ પસાર થતા કોઇ વાહન ભટકાયુ હતુ. પરિણામે વઢવાણ યાર્ડથી લઇને ગેબનશાપીર સર્કલ તેમજ શહેરના મુખ્ય એવા બે પુલો પર અંધારપટ્ટ થઇ ગયો હતો. ત્યારે પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો સહિત રહેણાંક વિસ્તારના લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. વીજપોલ સાથે વાહન ભટકાવાથી રોડ પરની પાલિકા તંત્રની આ વિસ્તારની તમામ સ્ટ્રિટલાઈટો પણ બંધ થઇ હતી. બનાવની ગંભીરતા લઇને વઢવાણ પીજીવીસીએલની ટીમ દોડી આવીને કામગીરી હાથ ધરી હતી. પરિણામે અંદાજે બે કલાક બાદ વીજપુરવઠો કાર્યરત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.