લોકમાગ:વઢવાણ ડેરીના પુલ પર 2 વર્ષથી અંધારું 8માંથી માત્ર 3 વીજપોલની લાઈટ ચાલુ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ પર કોઇ મોટી દુર્ઘટના થાય તે પહેલાં કાર્યવાહી થાય તેવી લોકમાગ

વઢવાણના ડેરી પુલ પરથી રાત-દિવસ વાહનો સાથે મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે. ત્યારે અંદાજે બે વર્ષથી 8 જેટલા વીજપોલમાંથી 3 વીજપુલની લાઇટો ચાલુ રહેતા આ પુલ પર અંધારપટ્ટ છવાતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના જોડતા 8થી વધુ કોઝવે સહિતના પુલો આવેલા છે. જેના પર મોટી સંખ્યામાં લોકો પસાર થઇ રહ્યાં છે. ત્યારે વઢવાણ દૂધની ડેરીવાળા પુલ પર વીજપોલની લાઇટો બંધ રહેતા રાહદારીઓ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.

આ અંગે ભરતભાઈ પરમાર, કાનજીભાઈ મકવાણા વગેરે જણાવ્યું કે, આ પુલ પર અંદાજે બે વર્ષથી 8 વીજપોલમાંથી 3 જેટલા વીજપોલની જ લાઇટો ચાલુ હાલતમાં છે. બાકીના વીજપોલની લાઇટો બંધ રહેતા આ પુલના વિસ્તારમાં અંધારપટ્ટ રહે છે. આ પુલ પરથી ગણપતિ ફાટક, રાજકોટ બાયપાસ રોડ નીકળે છે.

જેના કારણે મોટા વાહનોની અવરજવર વધુ રહે છે તેમજ ફાટક હોવાથી ટ્રાફિકજામ પણ રહે છે. પરિણામે પુલ પર અંધારપટ્ટ રહેતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે નગરપાલિકામાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ પુલની 3 જેટલી લાઇટોના સહારે લોકો અવરજવર કરી રહ્યાં છે. પુલ પર કોઇ મોટી દૂર્ઘટના થાય તે પહેલા પુલ પર અંજવાળા થાય તેવી લોકમાંગ ઉઠી છે. તો બીજી તરફ છેલ્લા બે વર્ષથી પુલ પર અંધારૂ રહેતા જાણે તંત્ર પણ અંધારામાં હોય તેવી ઘાટ આ પુલ પર સર્જાયો હોવાની લોકોમાં બુમરાણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...