અકસ્માતનો ભય:થાન મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસેનું જોખમી ટીસી અકસ્માત સર્જે પહેલાં હટાવવા માગણી

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન મ્યુનિસિપલ હાઇસ્કૂલના વળાંકમાં ટીસી હોવાથી ભારે વાહન પસાર થવા દરમિયાન ટ્રાફિક અને અકસ્માતનો ભય રહે છે. - Divya Bhaskar
થાન મ્યુનિસિપલ હાઇસ્કૂલના વળાંકમાં ટીસી હોવાથી ભારે વાહન પસાર થવા દરમિયાન ટ્રાફિક અને અકસ્માતનો ભય રહે છે.
  • ઓવરબ્રિજના ધીમા કામને લીધે ભારે વાહનોને પસાર થવા માટેનો એક માત્ર રસ્તો

થાન મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસે વળાંક પર ટીસી આવેલું હોવાથી લોકો પરેશાન છે. અહીં સ્કૂલ હોવા ઉપરાંત દરરોજ ઓવરબ્રિજના ધીમા કામને લીધે એક માત્ર રસ્તો હોવાથી ભારે વાહન પણ પસાર થાય છે. આથી અકસ્માત સર્જાય પહેલા યોગ્યકરવા માગ ઊઠી છે. થાનગઢમાં હાલ ઓવરબ્રિજનું કામ ધીમુ ચાલતું હોવાથી સિરામિક એકમોના ભારે વાહનોને શહેરમાંથી પસાર થવું પડે છે. શહેરનો એક માત્ર રસ્તો મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસેથી પસાર થતો હોવાથી અહીંથી ભારે વાહન પસાર થાય છે. પરંતુ અહીં વીજકંપનીનું ટીસી હોવાથી અકસ્માતનો ભય રહે છે.

આ અંગે સિરામિક એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલે જણાવ્યું કે, થાનમાં 300થી વધુ સિરામિક એકમ છે. રોજ ત્રણસોથી પણ વધારી ટ્રકો આવે જાય છે. મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસે વળાંકમાં જ રોળ ઉપર ટીસી છે. ઓવરબ્રિજના ધીમા કામને લઇ સિરામિકના ભારે વાહન અહીંથી પસાર કરવા પડે છે. જેથી ટ્રાફિક જામ થાય છે.

ગોળાઇ નાની હોવાથી ટીસી સાથે વાહન અથડાય તો અકસ્માતનો ભય રહે છે. માટે તેને હટાવી બીજી જગ્યાએ મૂકવું જોઇએ. આ અંગે રજૂઆ છતાં યોગ્ય કરાયું નથી. જો તેમ નહીં કરાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરાશે. આ અંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજય ભગતે જણાવ્યું કે અમે પણ વીજતંત્રે આ અંગે લેખિતમાં જાણ કરશો અને યોગ્ય વ્યવસ્થા કરવા માગ કરીશંુ.

અન્ય સમાચારો પણ છે...