તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનો ભય:વઢવાણ-કોઠારિયા રોડ પર ગટરનાં પાણીના નિકાલની ખૂલ્લી જગ્યા જોખમી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેબનશાપીર સર્કલથી કોઠારિયા રોડ પર હાઇવે રોડની બાજુમાં જ જોખમી ખૂલ્લી જગ્યા છે. - Divya Bhaskar
ગેબનશાપીર સર્કલથી કોઠારિયા રોડ પર હાઇવે રોડની બાજુમાં જ જોખમી ખૂલ્લી જગ્યા છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલથી થોડે દૂર જતા હાઇવે રોડની અડીને ગટરના પાણીના નિકાલ માટેની ખૂલ્લી જગ્યા વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ જગ્યા પર ઢાંકણા નાંખીને કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

વઢવાણથી કોઠારિયા તરફનો હાઇવે રસ્તો પસાર થયા છે. થોડા દિવસો પહેલા જ ત્રિપલ અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે વઢવાણ ગેબનશાપીર સર્કલથી થોડે દૂર હાઇવે રસ્તાના સફેદ પટ્ટાની નજીકમાં જ ખૂલ્લી જગ્યા હાલ રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે જોખમી બની રહી હોવાની બૂમરાણો ઉઠી છે. આ અંગે વાહનચાલક કાનજીભાઈ રાજપૂતે જણાવ્યુ કે, આ ખૂલ્લી જગ્યાની અંદર તપાસ કરતા ગટરના પાણીનો નિકાલ થતો હોવાનું તેમજ અંદર પારાવાર ગંદકી પણ છે.

હાઇવે રસ્તા પર એક સાથે બે મોટા વાહનો નીકળે ત્યારે નાના વાહનચાલકોને રસ્તાના સફેદ પટ્ટાની બહાર વાહન દબાવવાનો વારો આવે છે. ત્યારે તેની નજીકમાં જ આ મસમોટી ખૂલ્લી જગ્યામાં વાહનચાલકોને પડી જવાની સાથે અકસ્માતનો પણ ભય રહે છે. જવાબદાર તંત્ર દ્વારા આ હાઇવે રસ્તા પર યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...