સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ચાર ગામોને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. જેથી વાહન ચાલકોને સતત અકસ્માતનું જોખમ રહેલું છે. આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ચોમાસાની સીઝન શરૂ થવાની તયારી છે ત્યારે ચાર ગામના ગ્રામજનો સંપર્ક વિહોણા બને તો નવાઈ નહીં એવો ઘાટ સર્જાયો છે. આ વચ્ચે ભાજપના આગેવાને પણ આ અતિબિસ્માર માર્ગને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
વાહનચાલકોમાં રોષની લાગણી
સુરેન્દ્રનગરમાં ચાર ગામોને જોડતો માર્ગ જોખમી બનતા આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાડલા, જાપોદર, સાંકળી અને ભડીયાદ આ ચાર ગામોને જોડતા માર્ગ વચ્ચોવચ નર્મદા કેનાલની જોખમી ખુલ્લી કુંડીઓ પણ આવેલી છે. ભાજપના આગેવાન પી.કે.સિંધવે પણ આ બિસ્માર માર્ગને લઈ નારાજગી વ્યક્ત કરી છે.
અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી કરાઈ નથી
આ અતિ બિસ્માર માર્ગથી છેલ્લા ત્રણ વર્ષથી ચાર ગામના ખેડૂતો સહિત વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. આ અંગે સરપંચ સહિત અનેક અગ્રણીઓએ લાગતા વળગતા તંત્રને પણ અસંખ્ય ફરિયાદો કરી છે. પણ તેમ છતાં તંત્ર દ્વારા કઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
ચોમાસામાં ગામ સંપર્ક વિહોણા બનવાની શક્યતા
ભાજપના જ અગ્રણીએ મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો. ચાર વર્ષ પહેલા જ માર્ગ બન્યો છે અને રસ્તા વચ્ચે જ ખુલી કુંડીઓ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં વાડલા, જાપોદર, સાંકળી અને ભડીયાદ એમ ચાર ગામોને જોડતા માર્ગ વચ્ચોવચ નર્મદા કેનાલની જોખમી ખુલ્લી કુંડીઓ જોવા મળી રહી છે. વઢવાણ તાલુકાના ચાર ગામના લોકોને ઇમરજન્સી 108 કે એમ્બયુલન્સ સેવા મેળવવામા પણ અડચડ નડે છે. આ રસ્તા પરથી ફોરવ્હીલ પણ જઈ શકતું નથી. ત્યારે ચોમાસુ માથે બેઠું છેને આ ચાર ગામના ગ્રામજનો સંપર્ક વિહોણા બને તો નવાઈ નહીં. હાલમાં અન્ય માર્ગો ઉપરથી લોકો પોતાના ગામ જઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.