ટેન્કરનો અકસ્માત:હળવદના સુખપર નજીક જોખમી કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત, કેમિકલ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના સુખપર નજીક જોખમી કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત - Divya Bhaskar
હળવદના સુખપર નજીક જોખમી કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત
  • ડલાથી કેમિકલ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટેન્કરને કોઈ વાહન સાઈડમાંથી ટક્કર મારી

કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદ સુખપુર નજીક આજે જોખમી કેમિકલ ભરેલ ટેન્કરને અન્ય વાહને ઠોકરે મારતા કેમિકલ લીકેજ થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. હાલ પોલીસ ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદના સુખપુર નજીક વોટર પાર્ક સામે કંડલાથી કેમિકલ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટેન્કરને કોઈ વાહન સાઈડમાંથી ટક્કર મારી અકસ્માત સર્જતાં જલદ કેમિકલ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાવાની સાથે લોકોને ગભરામણ થવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને સાવચેતી માટે એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...