ભય:વઢવાણમાં ધોળીપોળના પુલ પર ગાબડાંથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ અને સુરેન્દ્રનગર જોડિયા શહેરને જોડતો ગેબનશાપીર સર્કલ વાળો ભોગાવો નદી પરનો ધોળીપોળનો નવો પુલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલમાં ચોમાસાના કારણે આ પુલ ઉપર મસમોટું ગાબડું પડી ગયું હતું. આથી આપના કાર્યકર્તાઓ ધસી આવ્યા હતા. આ ખાડો વહેલી તકે પુરવામાં ન આવે તો અકસ્માતનો ભય રહેતો હોવાથી મોટી દુર્ધટના સર્જાય તે પહેલા રિપેરિંગ કરવા લોકમાગ ઉઠી હતી.

વઢવાણ ગેબનશાપીર સર્કલની પાસે ભોગાવા નદી પર ધોળીપોળનો નવો પુલ તંત્ર દ્વારા નવો જ બનાવામાં આવ્યો હતો. આ પુલ પરથી દરરોજ અનેક વાહનચાલકો વઢવાણથી સુરેન્દ્રનગર તથા લીંબડી અને અમદાવાદ આવવા જવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પુલ પર મસમોટા ગાબડું પડી ગયું હતું. આ અંગે આપ કાર્યકર્તાઓએ જણાવ્યું કે વરસાદના કારણે આ ખાડો પડી ગયો છે. અને ખાડાની આજુબાજુ ખાલી ડામર જ પથરાયેલો છે તેવો આક્ષેપ કરાયો હતો. જ્યારે આ રસ્તા પર અનેક વાહનચાલકો પસાર થતા હોય છે. રાત્રિ દરમિયાન આ ખાડો ન દેખાય તો અકસ્માતની ભીતિ રહે છે. જ્યારે અહીથી બસ, ટ્રક, ડમ્પર જેવા ભારે વાહન પણ પસાર થતા હોવાથી ગંભીર અકસ્માત થવાનો પણ ભય રહે છે. આથી તંત્ર વહેલી તકે આ ખાડાઓ પુરવાનું કામ હાથ ધરે તેવી લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...