તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો ભય:સુરેન્દ્રનગરમાં આનંદમંગલ ફ્લેટ નજીક આવેલા ટીસીથી જોખમ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પીજીવીસીએલનું ટીસી - Divya Bhaskar
પીજીવીસીએલનું ટીસી
 • ટીસી અન્યત્ર ખસેડવાની રજૂઆત કરાઇ છે : રહીશો, દુઘર્ટના પહેલાં કાર્યવાહીની માંગ

સુરેન્દ્રનગરની પાણીની ટાંકી રોડ પર આવેલ શેરી નં.1માં આવેલ ફ્લેટની એકદમ નજીક પીજીવીસીએલનું ટીસી હોવાથી લોકો અકસ્માતનો ભય રહે છે. આ ટીસીને અન્યત્ર ખસેડવા રજૂઆત છતા યોગ્ય ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગરના પાણીની ટાંકી રોડ પર અપના બજાર વિસ્તારની શેરી.1માં આનંદમંગલ આવેલા છે. જ્યાં 10થી વધુ પરીવારોમાં 30થી વધુ લોકો રહે છે. આ ફ્લેટ એકદમ પાસે વીજતંત્રનું ટીસી આવેલ હોવાથી લોકોને અકસ્માતનો ભય રહે છે. આ અંગે નલીનીબેન પટ્ટણી, રેણુકાબેન શાહ, પ્રિતિબેન કંદોઇ, ગીતાબેન સોની, રેખાબેન શાહ સહિતના મહિલાઓએ જણાવ્યુ કે આ ટીસી ફ્લેટની એકદમ નજીક હોવાથી અકસ્માતનો ભય રહે છે.

જ્યારે ફ્લેટપણ જુના હોવાથી જર્જરીત થઇ ગયા હોવાથી ટીસીને લીધે રીપેરીંગ કરવવી શકાતુ નથી હાલ ફ્લેટ જર્જરીત હોવાથી પોપડા ખરત હોવાથી જોડ જજરીત ભાગ ટીસી પર પડેતો ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે. આ અંગે અમોએ નાયબ ઇજનેર પીજીવીસીએલ શહેરી વિસ્તા-1સુરેન્દ્રનગરમાં રજૂઆત કરી આ થાંભલો રૂબરૂ મુલાકાત લઇ અન્ય સ્થળે ખસેડવા માંગ કરવામાં આવી છતા યોગ્ય કરાયુ નથી. અહીંથી શેરીના લોકો અને રસ્તા પરથી પણ લોકો પસાર થતા હોવાથી અકસ્માતનો ભય રહે છે. આથી લોકહીતમાં વીજટીસી અન્યત્ર ખસેડવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો