હાલાકી:ઝાંપોદરમાં સેંકડો હેક્ટરમાં વિવિધ પાકોને નુકસાન

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ભારે વરસાદના કારણે જગતના તાત ચિંતત બની ગયો છે. ત્યારે વઢવાણ તાલુકાના ઝાંપોદર ગામમાં અંદાજે 2500થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. જેમાં મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. પરિણામે અતિવૃષ્ટીમાં ખેડૂતોના ખેતરોમાં રહેલા તલ, એરંડા, કપાસ સહિતના પાકોનું નુકસાન થતા મુશ્કેલી સર્જાઇ છે. આ અંગે ગામના ખેડૂત પ્રવિણભાઈ એ.પરમાર, કલાભાઈ પરમાર, રવજીભાઈ ગગજીભાઈ રોજાસરા, અંબારામભાઈ લાલજીભાઈ રોજાસરા, દશરથભાઈ પ્રેમજીભાઈ રોજાસરા, રાણા હનુભા વિક્રમસિંહ, રઘાભાઈ વેરસીભાઈ અઘારા, નવઘણભાઈ કમાભાઈ ભરવાડ વગેરે જણાવ્યું કે, આ ગામના અંદાજે 500 જેટલા ખેડૂતો ખેતી ઉપર નભે છે. આ વર્ષના વરસાદમાં 300 હેકટરમાં તલ, 325 હેકટરમાં એરંડા, 200 હેકટરમાં કપાસ તેમજ 250 હેકટરમાં જુવાર સહિતના પાકો બળી જવાની સાથે ખરાબ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...