રણકાંઠા વિસ્તારમાં વરસાદના પગલે પાટડીનું સરકારી પુસ્તકાલયમાં વરસાદી પાણી પડતા વાંચકો પરેશાન થયા છે. પાટડી કોર્મશિયલ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા પુસ્તકાલયમાં છતમાંથી વરસાદી પાણી ટપકતા પુસ્તકો અને ફર્નિચરને પણ વ્યાપક નુકશાન પહોંચવા પામ્યું છે.
કોમર્શિયલ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આવેલું છે પુસ્તકાલય
પાટડી કોર્મશિયલ કોમ્પલેક્ષ ચોથો માળ અત્યંત જર્જરિત થઇ જતા આ કોમ્પલેક્ષના માલિક દ્વારા ચોથો માળ ઉતારી લેતા ત્રીજા માળ ઉપર આવેલા સરકારી પુસ્તકાલયમાં વરસાદી પાણી ટપકતું હોવાથી પુસ્તકાલયમાં વરસાદી પાણી ભરાઇ જતા પુસ્તકો અને ફર્નિચરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
લાઈબ્રેરિયન વગર ચાલી રહ્યું છે પુસ્તકાલય
એમાય પાછલા કેટલાંક સમયથી આ પુસ્તકાલયમાં લાયબ્રેરીયન પણ નથી. એકમાત્ર પટ્ટાવાળા દ્વારા આ પુસ્તકાલય ચાલી રહ્યું છે. બીજું કે આ પુસ્તકાલય કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલું હોવાથી ઉંમરલાયક લોકો પગથિયાં ચડી શકતા ન હોવાના કારણે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકતા નથી. આથી પાટડી નગરજનોની માંગણી છે કે, સરકાર દ્વારા તાત્કાલિક કોઇ સારી જગ્યાએ પુસ્તકાલયને ફેરવવામાં આવે જેથી ઉંમરલાયક લોકો આ પુસ્તકાલયનો લાભ લઇ શકે. ત્યારે આ સરકારી પુસ્તકાલયમાં વરસાદી પાણી ટપકતું હોવાથી પુસ્તકાલયમાં વરસાદી પાણી ભરાઇ જતા પુસ્તકો અને ફર્નિચરને વ્યાપક નુકસાન પહોંચતા પુસ્તક પ્રેમી લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.